સમાધાન નહીં, સજા કરાવીને ઝંપીશ : ગૌતમ શર્મા

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:11 AM IST
Anand News - latest anand news 021127
Anand News - latest anand news 021127
મુલતાની ટોળકીએ મારી પર હુમલો કર્યો છે. હું સમાધાન નહી તેમને સજા કરાવીને ઝંપીશ.એમ હુમલાનો ભોગ બનનાર ગૌતમભાઇ શર્માએ જણાવ્યું હતું. ગુરૂવારે આઇસીયુમાંથી બહાર આવી તેમણે "દિવ્ય ભાસ્કર'ને ઇન્ટરવ્યુમાં હુમલા અંગે વિસ્ફોટક માહિતી આપી હતી. જેમાં તેમણે પોલીસ, હુમલાખોર ટોળકી સહિત વિવિધ પાસાઓ પ્રકાશ ફેક્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, મે આણંદ ટાઉન પોલીસમાં ફોન કર્યો પછી મારી પર હુમલો થયો હતો. આમ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યાં છે.

મુલ્તાનીના કારનામાં ખૂલ્લા પડશે ભોગ બનનારા સપાટી પર આવ્યા

થોડા દિવસ પહેલા મુલ્તાની અને તેના પુત્ર સહિતની ટોળકીએ પોતે ખરીદેલી મિલ્કતમાંથી ભાડુઆતને હટાવવા માટે ગૌતમ શર્મા નામના આધેડ પર હુમલો કર્યો હતો. અગાઉ આવી સેંકડો ફરિયાદો ઉઠી હતી પરંતુ યેનકેન પ્રકારે તેને અભેરાઇએ ચડાવી દેવાઇ હતી. લગભગ આઠેક લોકોએ મુલ્તાનીની સામે અવાજ ઉઠાવવાની હિંમત એકઠી કરી છે. આગામી દિવસોમાં અનેક લોકો બહાર આવે તેવી સંભાવના છે.

પોલીસને ફોન કર્યા પછી હુમલો થયાનો ઘટસ્ફોટ : શર્માને 10 ફ્રેકચર

શા માટે હુમલો કર્યો ? કોઇ અદાવત ખરી ?

જવાબ- દુકાનના માલિક અશોકભાઇ પિતા રતિલાલ મારા મિત્ર થાય છે. અશોકભાઇનો ફોન આવ્યો હતો. હું મ‌ળવા ગયો હતો. મારે મુલાતાની સાથે કોઇ લેવા દેવા નથી. અદાવત કે અન્ય કોઇ બાબત નથી. હું દુકાન પાસે ગયો હતો. અને અશોકભાઇને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતાં. મારે તો અમદાવાદ જવાનું હતું.

તમે દુકાનમાં તેની હુમલાખોર કેમ ખબર પડી

જવાબ-અશોકભાઇએ આણંદ ટાઉનમાં પોલીસ ઇન્સપેકટર એન.કે.ચૌહાણને દુકાનમાં તોડફોડ થઇ હતી. અને દુકાનામાંથી સામાન ગાયબ થયો હોવાથી પોલીસ ફરિયાદ આપવા ગયા હતાં. ત્યારે મે ચૌહાણને ફોન કરીને ફરિયાદ લઇ લેવાનું કહ્યું. ચૌહાણે અશોકભાઇના કાગળો ફેકી દીધા હતાં. ફરિયાદ લીધી નહી પરંતુ હું દુકાન પહોચ્યો હોવાની જાણ મુલતાની ટોળકીની થઇ ગઇ હતી.

હુમલાખોરોએ તમને ધમકી આપી હતી ?

જવાબ-મુલતાની તેનો પુત્ર ઇનાયત સહિત ટોળકી મારી તૂટી પડી હતી. હાથમાં પાઇપ અને લાકડીઓ લઇને ફરી વળ્યાં હતાં. તુ અમારી સામે પડયો છે. સાલાને મારી નાંખો તેવી બૂમો પાડીને લાતો, લાકડી અને પાઇપો વડે હુમલો કર્યો હતો

તમને કયાં ઇજા થઇ છે ?

જવાબ- મારા બન્ને હાથમાં ફ્રેકચર, પગમાં ફ્રેકચર થયા છે. હાથમાં પ્લેટ નાંખી છે. માથુ બચાવવા વારંવાર હાથ ધરી દીધા હતાં. આથી હાથ પર ઇજા થઇ છે.પછી શું થયુ તેની મને કશી ખબર નથી. અંદાજે કુલ 10 ફ્રેકચર થયાં છે.હવે આઇસીયુમાંથી બહાર આવ્યો છું.

તમને ખંજર માર્યુ હોવાથી વાત સાચી છે. ?

જવાબ-હુમલાખોરો પૈકીની એક વ્યક્તિએ ખંજર બહાર કાઢ્યું હતું. પરંતુ મને ખંજર માર્યુ નથી. મે બૂમો પાડવાનું બંધ કરતા તે લોકો હું મરી ગયો તેવુ સમજી જતાં રહ્યાં હતાં.

આણંદ પોલીસની ભૂમિકા કેવી રહી હતી ?

જવાબ- આણંદ ટાઉન પોલીસના પોલીસ ઇન્સપેકટર એન.કે.ચૌહાણની ભૂમિકા શંકાસ્પદ છે. મે તેમને ફોન કર્યો હતો. અને કહ્યું હતું કે, એસ.પી. સાથે વાત થઇ છે. અશોકભાઇની ફરીયાદ લઇલો.ચૌહાણે કહ્યું એસપીનો ફોન આવશે ત્યારે જોઇશું ફરીયાદ લીધી નથી. તેમને ફોન કર્યા પછી ગણતરીની મિનિટોમાં હુમલાખોર મુલતાની ટોળકી આવી પહોચી હતી.

આણંદ પોલીસ વડાએ શું ભૂમિકા ભજવી ?

જવાબ-આણંદ જિલ્લા પોલીસ વડા મકરંદભાઇ ચૌહાણે “પોલીસધર્મ” બજાવ્યો છે.તેમને મારા પર હુમલા બાદ ફરિયાદ તથા આરોપીઓ સામેની તપાસ સહિતના તમામ નિર્ણયો તટસ્થ પણે લીધા છે.ડીએસપી કામગીરીથી મને સંતોષ છે.

.. અનુસંધાન 3 પર

સુમિત ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો

પેટલાદમાં પિતાએ ટ્યૂશને જવા મુદ્દે ઠપકો આપતા વિદ્યાર્થીએ ઘર છોડ્યું

5 દિવસથી શાળાએ પણ ન ગયો હોવાનું તપાસમાં ખુલ્યું

ભાસ્કર ન્યૂઝ | આણંદ

પેટલાદમાં ટ્યુશને રેગ્યુલર જવા બાબતે પિતાએ ઠપકો આપતા ધો. 12 સાયન્સનો વિદ્યાર્થી બુધવારે સવારે ટ્યુશને ગયા બાદ પરત ન ફરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસે અપહરણની કલમ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જ્યારે તપાસમાં સુમિત છેલ્લાં પાંચ દિવસથી સ્કુલમાં બંક મારતો હોવાનું ખુલ્યુ હતું.

પેટલાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલે જણાવ્યું હતું કે, પેટલાદના મહી કેનાલ વિસ્તાર સ્થિત ભગવતી સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ શાંતિલાલ પ્રજાપતિ ખાનગી શાળામાં પ્યુન તરીકે ફરજ બજાવે છે. તેમનો સૌથી નાનો પુત્ર સુમિત ન્યુ એજ્યુકેશન બોયઝ સ્ક્ૂલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરે છે. જુ બુધવારે સાંજે ટ્યુશન જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે મોડીસાંજ સુધી પરત ન ફરતા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ તેમજ તેની શાળા અને ટ્યુશનમાં તપાસ કરી હતી. જેમાં તે શાળામાં છેલ્લાં પાંચ દિવસથી આવ્યો ન હોવાનુ જાણવા મળ્યું હતું. ઉપરાંત ટ્યુશનમાં પણ ગુલ્લી મારતો હોવાનું ખૂલ્યું હતું. પરિવારજનોની પૂછપરછમાં તેને ભણવાનું ગમતું ન હોય તે ઘર છોડી ચાલ્યો ગયો હોવાનું જણાવ્યું હતું. હાલમાં પોલીસે તેના મિત્રવર્તુળ સહિત સંબંધીઓ, તેમજ અન્ય પોલીસ સ્ટેશનમાં તેના ફોટા મોકલી તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, સુમિતને તેના પિતા તરફથી ભણવા બાબતે ઠપકો આપવામાં આવતા લાગી આવી તેને આ પગલું ભર્યુ હોવાની ચર્ચાઓ જાગી છે. ત્યારે પોલીસે આ અંગે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા મામલો ચર્ચાસ્પદ બની જવા પામ્યો છે.

15 દિવસથી રેગ્યુલર જતો ન હતો

અમારો દિકરો છેલ્લા 15 દિવસથી ટ્યુશનમાં રેગ્યુલર જતો ન હતો. જેથી તેને ઠપકો આપતાં બુધવારે સવારે 6.40 કલાકે પોતે ટ્યુશન જવાનું કહી ગયા બાદ ઘરે પરત ફર્યો નથી. ગોવિંદ પ્રજાપતિ

X
Anand News - latest anand news 021127
Anand News - latest anand news 021127
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી