તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં સર્વત્ર વરસાદ : બોરસદમાં અઢી ઇંચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લા મંગળવાર સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.દિવસ દરમિયાન ઝરમરીયો વરસાદ વચ્ચે હળવા વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહ્યો હતો.જેથી શહેરના માર્ગો સતત ભીજાયેલા રહ્યા હતા.જયારે ખેતી માટે ઝરમરી વરસાદ આર્શીવાદરૂપ સમાન બન્યો હતો.

આણંદ શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે પેટલાદ અને સોજીત્રામાં દોઢ ઇંચ, આંકલાવ અને તારાપુરમાં એક ઇંચ, ખંભાતમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે આણંદ જિલ્લામાં એક માત્ર ઉમરેઠ તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામાં આજદિન સુધીમાં 25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.જયારે ઉમરેઠ તાલુકામાં માત્ર 16 ઇંચ વરસાદ નોંધાયો છે.

બોરસદના માર્ગો પાણીથી ભીંજાયા
બોરસદમાં મંગળવાર સવારથી ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

48 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના
આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યગુજરાતમાં અપરસર એર કયુલેસનની સીસ્ટમ સક્રિય થઇ હોવાથી આગામી 48 કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે. જેથી વાતાવરણમાં ભારે ઠંડક પસરી રહેશે.

કકળાટ | વીજ ડૂલ થતાં રહીશો અકળાયા, માર્ગો પર ટ્રાફિકજામની સમસ્યા
ખંભાત | ધર્મજ માર્ગ વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિક જામ
ખંભાત તાલુકાના મંગળવાર વહેલી સવારથી દિવસ ભર ધીમી ધારે વરસાદ પડ્યો હતો જેના કારણે ખંભાત ધર્મજ માર્ગ ઉપર બામણવા, મિત્રાલ, પીપળાતા ગામ પાસે વિવિધ સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓ પર ઠેર ઠેર ટ્રાફિક જામ દ્વશ્યો જોવા મળ્યા હતાં.

આંકલાવ| રીનોવેશન કરાયેલા માર્ગો ધોવાયા
આંકલાવ સહિત તાલુકાના ગામોમાંમાં સોમવાર સાંજથી દિવસ ભર ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો વરસાદના કારણે તાલુકાના માર્ગો જે ટુક સમય પહેલા રીનોવેશન કરવામાં આવ્યા હતા. તે વરસાદના કારણે ધોવાતા રાહદારીઓને મુશ્કેલીઓનો વેઠવી પડી હતી.

પેટલાદ | વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા
પેટલાદ શહેરમાં સોમવાર રાત્રથી જ વરસાદ વરસી રહ્યો છે. મોડીરાત્રે ભારે વરસાદી ઝાપટા પડયા હતા.જયારે દિવસ દરમિયાન ઝરમરીયો વરસાદ વરસ્યો હતો,તેના કારણે નીચણવાળી સોસાયટીઓ અને માર્ગો પર પાણી ભરાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...