આણંદમાં શોષણ મુદ્દે આંબેડકરની પ્રતિમા પાસે આવેદન મૂકી સૂત્રોચ્ચાર

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:10 AM IST
Anand News - latest anand news 021051
રાજ્ય સરકારની અણઘડ નીતિઓને કારણે પીડિત અને શોષિત વર્ગના યુવાનો ભારે શોષણ થઇ રહ્યું છે. સરકાર સમક્ષ સમાન કામ સમાન વેતનની માંગ સાથે રજૂઆત કરવા છતાં કોઇ જ પરિણામ મળતું નથી. જેના કારણે ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ યુવાનોએ ભેગા મળીને આણંદ લોટિયા ભાગોળ પાસે આવેલ આંબેડકરની પ્રતિમાએ જઇને પ્રતિમા પાસે આવેદનપત્ર મુકીને સરકાર બેરોજગારોને નોકરી આપે તેવી માંગ કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આણંદ જિલ્લાની સરકારી કચેરીમાં કોન્ટ્રાકટ બેજ પર કામ કરતાં અને ગુજરાત જનતા જાગૃતિ મંચના મહામંત્રી અમીત ચૌહાણે જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટ કે આઉટસોર્સિગ દ્વારા કામચલાઉ ભરતી થકી યુવાનોનું શોષણ કરાય છે. વેતન આપવામાં ભેદભાવ રાખવામાં આવે છે. જે અંગે સરકારમાં રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ આવ્યું નથી. જેથી ગુરૂવારે કોન્ટ્રાકટ બેજ કામ કરતાં કર્મચારીઓ એકત્ર થઇને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આવેદનપત્ર મુકીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં અરૂણકુમાર રોિહત, નરેન્દ્ર વાઘેલા, સંજય રબારી, સુનિલ વાઘેલા, હર્ષદ સોલંકી વગેરે જોડાયા હતા.

X
Anand News - latest anand news 021051
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી