આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ શિક્ષણ દિવસની ઉજવણી કરાઈ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:10 AM IST
Anand News - latest anand news 021048
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાતના ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધો.૧૧-૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની હાજરીમાં કૃષિ શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કૃષિ શિક્ષણ નજીવી ફીમાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. એન. સી.પટેલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સરકારની કૃષિ શિક્ષણ નીતિઓ વિશે જાણકારી આપી ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સીટીઓમાં ચાલતા કૃષિ અભ્યાસક્રમોની જાણકારી સાથે ફીના બંધારણની વિગતો આપતાં કહ્યું હતું કે, ફીનું બંધારણ ખૂબ જ ઓછું છે. જયારે વિદ્યાર્થીનીઓ માટે તો કૃષિ શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવે છે તેમ જણાવી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કૃષિ શિક્ષણની મહત્તા સમજાવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવે મધ્ય ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટીમાં શિક્ષણ, વિસ્તરણ તથા સંશોધનની કામગીરીથી પોતે પ્રભાવિત થયેલા હોવાનું જણાવી તેનો લાભ દરેક યુવાન ખેડૂતોએ લેવા જોઇએ તેમ જણાવ્યું હતું.

આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક અને અનુસ્નાતક વિદ્યાશાખાના ડીન ડૉ. કે. બી. કથીરિયાએ કૃષિ શિક્ષણમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો તથા સંશોધનમાં રહેલ તકો અંગેની વિગતવાર જાણકારી આપી હતી.

આણંદ કૃષિ યુનિ.ના ઇન્ટરનેશનલ એગ્રી બિઝનેશ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયુટના આચાર્ય અને ડીન ડો. વાય.સી.ઝાલા સહિત મધ્ય ગુજરાતના ધો.૧૧-૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૩૫થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલનડો વાય.સી.ઝાલાએ કર્યુ હતું.

X
Anand News - latest anand news 021048
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી