પેટ્રો. કંપનીઓ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના સ્વપ્નને સાકાર કરશે

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:10 AM IST
Anand News - latest anand news 021044
કેન્દ્ર સરકારના ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ના સ્વપ્નને સાકાર કરવા માટે ભારત સરકારની પબ્લીક સેક્ટરની ઓઈલ કંપનીઓ હવે કટીબદ્બ બની છે. પબ્લીક સેક્ટરની ઓઈલ કંપનીઓ જેવી કે, બીપીસીએલ, એચપીસીએલ, ઓએમસી, આઈઓસીએલ જેવી કંપનીઓ દ્વારા આગામી સમયમાં પેટ્રોલ-ડિઝલના રીટેલ આઉટલેટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના નડીઆદ વિભાગના અધિકારી અમેય લોણકરે જણાવ્યું હતુંકે , કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન પેટ્રોલપંપ શરૂ કરવા માટેની અરજી કરી શકશે. હાલમાં તેજીના યુગમાં એક્સપ્રેસ હાઈવેથી લઈને અંતરિયાળ વિસ્તારમાં પણ જે લોકોને પેટ્રોલપંપ શરૂ કરવા છે તેવા લોકો અમારી સાથે જોડાઈને તેમના બિઝનેસને આકાર આપી શકે છે. ઉત્સાહી અને બિઝનેસ કરવા માંગતા લોકો www.petrolpumpdealerchayan.in પર જઈને પણ સંપર્ક સાધી વધુ માહિતી મેળવી શકે છે.

X
Anand News - latest anand news 021044
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી