તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • હાડગુડ પંચાયતના આરો પ્લાન્ટ નજીક ગંદકીનું સામ્રાજ્ય

હાડગુડ પંચાયતના આરો પ્લાન્ટ નજીક ગંદકીનું સામ્રાજ્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ તાલુકાના હાડગુડમાં પંચાયત હસ્તકના આરો પ્લાન્ટ નજીક ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાથી કાદવકીંચડ વધી જતાં ગંદકી છવાઇ ગઇ છે. આરો પ્લાન્ટની પાઈપ લાઈન જોડાણના મુખ્ય કોકમાં ગંદુ પાણી ભરાતા પીવાનું પાણી દુષિત અને દુર્ગંધ યુક્ત આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ થવા પામી છે.

હાડગુડ-વાલ્મી રોડ પરના આરો પ્લાન્ટની પડતર જગ્યામાં કચરો ઠલવાય છે. આ વિસ્તારમાં ખાડો હોવાથી ભરાઇ રહેતા વરસાદી પાણીનો કોઇ નિકાલ થતો ન હોવાથી અસહ્ય ગંદકી જામી છે. વધતી ગંદકીના કારણે પગદંડી રસ્તો પણ રહ્યો નથી અને નજીકમાં આંગણવાડી હોવાથી બાળકોના આરોગ્યને પણ જોખમ હોવાની ભીતિ વ્યાપી છે.

આ વિસ્તારમાં ભરાઇ રહેતા વરસાદી પાણી અને ગંદકીનો સ્થાનિક તંત્ર દ્વારા સત્વરે નિકાલ કરાય તેવી માંગ થવા પામી છે. ગંદકીના કારણે માખી-મચ્છરોના ઉપદ્રવના કારણે સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...