• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પેટ્રોલ પંપના કર્મચારીઓને બેભાન કરી રોકડની ઉઠાંતરી

પેટ્રોલ પંપના કર્મચારીઓને બેભાન કરી રોકડની ઉઠાંતરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકાના કિંખલોડ ગામે પેટ્રોલ પંપ પર કામ કરતાં બે કર્મચારીને અગાઉ પેટ્રોલપંપ પર કામ કરતાં યુવકે ઇંડા ભુરજીમાં કેફી પદાર્થ ખવડાવીને બેભાન કરી દીધા હતા.ત્યારહબાદ પેટ્રોલ-ડીંઝલના વેચાણના રૂા.35 હજાર તથા મોબાઇલ ફોન કાઢીને રફુચકર થઇ ગયો હતો.જે અંગે ભાદરણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે

વડોદરાના અટલારાના મુળ વતની અને હાલ બોરસદ તાલુકાના કિંખલોડના યજ્ઞેશભાઈ જયેશકુમાર શાહ પેટ્રોલ પંપ ચલાવે છે. શુક્રવારે રાત્રે તેમના પંપ ઉપર કર્મચારી દીપકભાઈ ઉદેસિંહ પઢીયાર તથા હર્ષદભાઈ ચંદુભાઈ ઝાલાને અગાઉ કામ કરી જનાર જયેશ ઉર્ફે કાળીયો જ્યંતિભાઈ પઢીયાર રહે. ચમારા તા. બોરસદવાળાએ આ બંનેને ઈંડા ભુરજી ખાવા માટે આપી હતી. જેમાં કોઇ કેફી પીણું ભેળવ્યું હોવાથી બંને બેભાન થતાં તેમના પેન્ટના ખીસ્સામાંથી પેટ્રોલ-ડીઝલના વેચાણના વકરાના રૂ. ૩૫ હજાર તથા હર્ષદભાઈનો મોબાઈલ કોઈ વ્યક્તિ કાઢીને રફુચકર થઇ ગયો હતો. આ અંગે ભાદરણ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...