વિદ્યાનગરમાં સૈન્યના જવાનોનું દિલધડક પેરાગ્લાઇડીંગ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:10 AM IST
Anand News - latest anand news 021038
Anand News - latest anand news 021038
Anand News - latest anand news 021038
પેરામોટર ગ્લાઇડીંગ અભિયાન અંતર્ગત ભારતીય સૈન્યના બે ઓફિસર, એક જુનીયર ઓફિસર અને એકસપર્ટ મળીને કુલ 15 જવાની ટીમ ભુજથી હૈદરાબાદના (આં.પ્ર)ના સિંકદરાબાદ સુધીના 1631 કિ.મીનું અંતર કાપશે. જે ગુરૂવારે બપોરે 12 કલાકે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આવી પહોંચ્તા અહીં વિવિધ કરતબો રજૂ કર્યા હતાં. જેમનું 13 ગુજરાત બટાલીયનના સીઓ જી.પી.ચૌધરી, એકમ ઓફિસર કિસ્લે કિશોર,એન.સી.સી ઓફિસર મેજર મોરેકર, મેજર ટંડેલ,થર્ડ ઓફિસર હિમાંશુ ઇનામદાર સહિતના અધિકારીઓ અને એનસીસીના કેડેટો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું હતું. જેઓ 11 દિવસનો પ્રયાસ કરી આગામી 14મી ડિસેમ્બરે સિંકદરાબાદ પહોચી અભિયાનની પૂર્ણાહૂતિ કરશે.

ભારતીય સૈન્ય પ્રત્યે વિદ્યાર્થીઓમાં રૂચિ વધે તે માટે કાર્યક્રમ યોજાયો

ઇન્ડિયન આર્મી પેરા મોટર એક્ષપિડેશન દ્વારા બે અધિકારી, એક જુનિયર કમીશન ઓફિસર અને 15 ભારતીય સૈન્યના જવાનો પેરા મોટર શો કરી રહ્યાં છે.જેના થકી સ્કુલ, કોલેજ,એન.સી.સી કેડેટસમાં ભારતીય સૈન્ય પ્રત્યે રૂચિ વધે તે 1631 કિ.મીના હવાઇ માર્ગ ઉડાન ભરીને નીકળ્યાછે. જે 14મી ડિસેમ્બરે સિંકદરાબાદ પહોચી પૂર્ણ થશે સીઓ, જી.પી.ચૌધરી, ગુજરાત બટાલીયનના

X
Anand News - latest anand news 021038
Anand News - latest anand news 021038
Anand News - latest anand news 021038
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી