તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SSG18 એપની મદદથી નાગરિકોએ પ્રતિભાવ મોકલવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2018 હેઠળ આણંદ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે અને ટુંક સમયમાં બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ વિસ્તારોમાં સ્વચ્છતા અંગેનું સર્વેક્ષણ હાથ ધરીને મૂલ્યાંકન કરવામાં આવનાર છે.

ત્યારે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયેલ કામગીરી અંગે નાગરિકોએ એન્ડ્રોઇડ ફોનના પ્લેસ્ટોરમાંથી SSG18 એપ્લીકેશન ડાઉનલોડ કરીને પોતાના ઓનલાઇન પ્રતિભાવો આપવા માટે જિલ્લા કલેકટર દિલીપ રાણાએ જણાવ્યું છે

આણંદ સરકીટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ હેઠળ જિલ્લાની શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ અને સાર્વજનિક સ્થળોએ સફાઇનો પહેલો રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બીજો રાઉન્ડ શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.

તમામ નાગરિકોને ગામમાં સ્વચ્છતા જાળવીને આ અભિયાનમાં સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. એમ. પટેલે અનુરોધ કરી આણંદ જિલ્લાને સ્વચ્છતા સર્વેક્ષણ-૧૮માં અગ્રીમ સ્થાન અપાવવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...