શાલીગ્રામ ચોરી કેસમાં તસ્કરો હજુ ફરાર, કલેક્ટરને રજૂઆત

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:10 AM IST
Anand News - latest anand news 021034
આણંદની શાલીગ્રામ સોસાયટીમાં મંગળવારે રાત્રે પોલીસ અધિકારીના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવવા જતાં જાળી તોડવાના અવાજથી જાગી ગયેલા રહીશોએ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જ્યારે અગાઉ પણ આ સોસાયટીમાં સાત મકાનોમાં ચોરી થઇ હતી. જે બાબતે કલેક્ટરને રજૂઆત કરાઇ છે.

બાકરોલમાં વિનુકાકા માર્ગ પર આવેલી શાલીગ્રામ સોસાયટીમાં બે પોલીસ અધિકારીઓના મકાનો આવેલા હોવા છતાં મંગળવારે રાત્રે પીઆઇના જ મકાનમાં ઘૂસેલા તસ્કરો રહીશો જાગી જતાં ભાગી છૂટ્યા હતાં. જેમને 24 કલાક બાદ પણ પોલીસ પકડી ન શકતા સોસાયટીના રહિશોએ ગુરૂવારે કલેકટર દિલીપ રાણાને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. તો નવરાત્રીમાં એકસાથે 7 મકાનોના તાળાં તૂટ્યા હતાં. જેનું પણ કોઇ પગેરૂ મળ્યું નથી.

X
Anand News - latest anand news 021034
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી