ચરોતરમાં સિઝનનું સૌથી ઓછંુ તાપમાન 13.02 ડિગ્રીએ પહોચ્યું

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:10 AM IST
Anand News - latest anand news 021031
ચરોતરમાં ચાલુવર્ષે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ઠંડીનો પારો ગગડયો હતો. કાશ્મીર ખીણમાં થયેલી હિમવર્ષાના પગલે મધ્ય ગુજરાતમાં ઠંડા પવનો ફુંકાતા લધુતમ તાપમાનનો પારો 2.08 ડિગ્રી ઘટીને 13.02 ડિગ્રી નોંધાયો હતો.જેના કારણે ગુરૂવાર સાંજથી આણંદ- નડીઆદના માર્ગો પર ઠંડીની અસર વર્તાતી હતી.

જમ્મુ કાશમીર વેસ્ટ ડિસ્ટબનના કારણે હિમી વર્ષા થતાં ઠંડા પવનો ફુંકાતા ગુરૂવારે સીઝનમાં પ્રથમ વખત લધુતમ તાપમાન 13.02 ડિગ્રી નોંધાયું છે. અગાઉ ચરોતરમા લધુતમ તાપમાન 13.05 ડિગ્રી નોંધાયું હતું .જેથી આણંદ શહેરના માર્ગો પર ગુરૂવાર રાતના 8.00 વાગ્યાબાદ માનવ ચહલપહલ ઘટી જવા માપી હતી.જયારે શહેરના ફૂટપાથ પર રાત વીતાવતા ગરીબ પરિવારો ઠંડીથી રક્ષણ મેળવવા માટે દુકાનની છત કે રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન વિસ્તાર આસરો લીધો હતો.જયારે ગ્રામ્ય વિસ્તારમાં તાપમાન 13 ડિગ્રી નીચું નોંધાયુ હતું તેના કારણે મોડીસાંજ ગ્રામ્યપ્રજા ઘરોમાં ઘુસી ગઇ હતી. જયારે ઠંડી પ્રમાણ અચાનક વધી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.

વેસ્ટન ડિસ્ટબનને કારણે વાતાવરણ પલટાયું

આણંદ હવામના વિભાગના અધિકારી મંજુસાબેને જણાવ્યું હતું કે વેસ્ટડિસ્બનને કારણે સમુદ્રમાં 5 મીટર ઉંચાઇ હળવું દબાણ સર્જાતા તેના કારણે આગામી દિવસોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.જેના પગલે સમગ્ર ભારત સહિત ગુજરાતના તાપમાન નીચુ જશે, કડકડતી ઠંડીનો અહેસાસ વર્તાવાની સંભાવના રહેલ છે. છેલ્લા બે વર્ષથી ચરોતરમાં ઠંડી જોર ડીસેમ્બર અને જાન્યુઆરી વધુ રહે છે.

X
Anand News - latest anand news 021031
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી