તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પેટલાદના સંજાયામાં આઠ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ

પેટલાદના સંજાયામાં આઠ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | પેટલાદ તાલુકાના ચાંગા કલસ્ટરમાં સમાવિષ્ટ ચાંગા, ડેમોલ, બામરોલી, સંજાયા, મહેળાવ, ઘુંટેલી, રાવલી અને પાડગોલ ગામના નાગરિકો માટેનો પેટલાદ તાલુકાનો ચોથા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ સંજાયા ખાતેની પ્રાથમિક શાળા ખાતે 24મી ઓગસ્ટના રોજ યોજવામાં આવશે. જેમાં અરજદારોએ સવારે ૯-૦૦થી ૧૧-૦૦ દરમિયાન પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. આ સેવા સેતુ કાર્યક્રમમમાં પ્રશ્ન રજૂ કરવા અંગે કોઇ ફી ચૂકવવાની રહેતી નથી પરંતુ કોઇ સેવા/પ્રમાણપત્ર મેળવવા માટે કાયદાથી કોઇ ફી નકકી કરવામાં આવેલ હશે તે મુજબની ફી ચૂકવવાની રહેશે જેની નાગરિકોને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...