તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વારંવાર ના પાડવા છતાં અડીંગો જમાવતા પાથરણાવાળાઓને તંત્રની ઉઠક બેઠક

વારંવાર ના પાડવા છતાં અડીંગો જમાવતા પાથરણાવાળાઓને તંત્રની ઉઠક-બેઠક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં તંત્ર દ્વારા છેલ્લા એક સપ્તાહથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. તે અંતર્ગત શહેરની ટુંકીગલી વિસ્તારમાં લારીઓ અને પાથરણાવાળાને હટાવવા માથાના દુ:ખાવા રૂપ બની ગયો છે. દબાણ હટાવા છતાં ટુંકી ગલીઓમાં લારીઓવાળા પાછા આવી જતાં હતા. સોમવારના રોજ પુન:દબાણ લારીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.ત્યારે આણંદ શહેર ટ્રાફિક મહિલા પોલીસ અધિકારી અેન.વી.ઝાલાએ લારીઓવાળાને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી હતી. જાહેરમાં ઉઠકબેઠક કરાવતો વીડીયો મંગળવારે વાયરલ થતાં મુદ્દો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.

આણંદ શહેરની ટુંકીગલી વિસ્તારમાં લારીઓ લઇને માર્ગ પર ઉભેલા કેટલાંક લારીવાળાને મહિલા પોલીસ અધિકારીએ ખખડાવી જાહેરમાં ઉઠકબેઠક કરાવી હતી.ત્યારે મહિલા પીએસઆઇએ જાહેરમાં લારીઓવાળાને ઉઠકબેઠક કરાવતો વીડીયો વાયરલ થતાં ભારે ચર્ચાઓ જાગી હતી.

આવો કોઇ બનાવ બન્યો નથી , હુ કંઇ કહીંશ નહીં
દબાણોનો કાયમી નિકાલ ટૂંક સમયમાં લાવીશું
આણંદની ટૂંકી ગલીમાં દબાણો હટાવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આમ છતાં લારી વાળા અને પાથરણા વાળા ફરીથી આવી ને ગોઠવાઇ જાય છે. તેવી અનેક ફરિયાદો મળી રહી છે.પોલીસપોઇન્ટ મુકવાની માગંણી આવેલી છે. આ પ્રશ્નનું અમે કાયમી ધોરણે ટૂંક સમયમાં નિકાલ લાવીશું. દિલીપ રાણા, કલેક્ટર

આણંદ ટ્રાફિક મહિલા પોલીસ અધિકારી એન.વી.ઝાલાનો ટેલીફોનનીક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે આવું કંઇ જ બન્યું નથી. આ વાતને ખોટી છે. હું આ વિશે કંઇ કહેવા માંગતી નથી.

અન્ય સમાચારો પણ છે...