• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સોજીત્રાના ચૂંટણી જંગમાં લડવૈયા એના જ, સ્થાનિક પ્રશ્નો નિર્ણાયક બનશે

સોજીત્રાના ચૂંટણી જંગમાં લડવૈયા એના જ, સ્થાનિક પ્રશ્નો નિર્ણાયક બનશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુનમ પરમાર : પંચાયતની ચૂંટણીમાં પત્નીની હાર

વિપુલ પટેલ : ક્લાસના નેતા, માસના નહીં

2012માં ભાજપના વિપુલ પટેલ કોંગ્રેસના પુનમભાઇ સામે માત્ર 162 મતથી પરાજિત થયા હતા

આણંદજિલ્લાની સોજીત્રા બેઠક પર છેલ્લી સાત ચૂંટણીમાં માત્ર બે વખત બેઠક કોંગ્રેસને મળી છે. તેમાંય ગત વખતે માત્ર 162 મતે કોંગ્રેસ મેળવી હતી. વખતે ભાજપ-કોંગ્રેસ સહિત ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય જંગ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામશે. જેમાં પાટીદાર વિરૂધ્ધ ક્ષત્રિય વચ્ચે જંગ ખેલાશે. સોજીત્રાની બેઠક પર છેલ્લી ટર્મમાં એક પણ વખત પાટીદાર ઉમેદવાર જીત્યા નથી. અત્યાર સુધી માત્ર ક્ષત્રિય અને ઓબીસી ઉમેદવારોનો દબદબો રહ્યો છે. તેમ છતાં ભાજપે ગત ચૂંટણીમાં પાટીદાર નેતા વિપુલ પટેલને ટિકિટ આપી હતી અને તેઓ કોંગ્રેસના ઉમેદવાર સામે 162 મતે હાર્યા હતા. ભાજપે વખતે વિપુલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જયારે કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યને રીપીટ કર્યા છે. બેઠક પર 40 ગામડાઓના મતદારો ઉમેદવારનું ભાવિ નકકી કરે છે. વખતે જીએસટી, નોટબંધીને સ્થાનિક પ્રશ્નોને લઇને ગ્રામ્ય વિસ્તારના મતદારોનું જોક કોની તરફ છે તે પરિણામો બાદ ખબર પડશે.

ઇતર કોમના મતદારો પાટીદારને ક્ષત્રિય સમાજ વધુ

બેઠકપર કુલ મતદારો 198791 છે. જેમાં સવર્ણ મતદારો 28210, ક્ષત્રિય મતદારો 68700, લધુમતિ મતદારો 11300, દલિત મતદારો 16000, પ્રજાપતિ 13000 મતદારો, અતિ. પછાતવર્ગ 9670,દેવી પૂજક મતદારો 15000 તથા અન્ય મતદારો 65911 ઉપરાંત છે. જેથી ચૂંટણી ભારે રસકાસી ભરી બની રહેશે

સોજીત્રા બેઠક પર માત્ર એક વખત પાટીદર જીત્યા

1990અને 1995માં ભાજપમાંથી મધુસુદન પરમાર, 1998માં કોંગ્રેસના ભરત મકવાણા, 2002 અને2007માં ભાજપના અંબાલાલ રોહિત અને 2012માં પૂનમભાઇ પરમાર જીત્યા હતા. જયારે1965 થી1985 સુધી કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતો.અત્યાર સુધીમાં એક વખત 1967માં આઇ.સી .પટેલ જીત્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર પુનમભાઈ પરમારમાં રાજકીય ક્ષેત્રે ગામના સરપંચ પદેથી શરૂઆત કરીને સહકારી ક્ષેત્રે પણ વિવિધ હોદા પર સેવા આપી ચૂંકયા છે. સામાન્ય પ્રજા પણ તેમને સરળતાથી મળી શકે છે. જોકે તેમનું સૌથી નકારાત્મક પાસું તેમની પત્નીને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતાડી શકયા હતા. તેમજ સ્થાનિક કક્ષાએ અવારનવાર વિવાદોમાં ઘેરાઇ છે. અલબત્ત વખતે કોંગ્રેસને એવો વિશ્વાસ છે કે ક્ષત્રિયના તમામ વોટ તેમને મળશે અને ઇતર કોમ પણ તેમની તરફેણમાં મતદાન કરશે.

ભાજપના ઉમેદવાર વિપુલ પટેલની ઓ‌ળખ આમ તો સામાજીક કાર્યકર તરીકે થાય છે. 15 વર્ષથી રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોવા છતાં લોકો સાથે મર્યાદિત સંપર્કો છે. માત્ર ઉચ્ચનેતાઓ અને આગેવાનો સાથે ઘરોબો ધરાવે છે. આમ આદમીએ તેમના સુધી પહોંચવા માટે તેમની અનુકૂળતા ખાસ જોવી પડે છે. અલબત્ત તેમનું સૌથી મોટું જમા પાસું તેમનું પાટીદાર હોવું અને વિવાદ વગરનું વ્યક્તિત્વ તરીકેનું છે.

સીટી સ્કેન | પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિય વચ્ચે દ્વિપાંખીયો જંગ, ઉમેદવાર મેદાનમાં

અન્ય સમાચારો પણ છે...