તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ શહેરમાં પાર્ટી પ્લોટ બહાર કારમાંથી ચોરી થઇ

આણંદ શહેરમાં પાર્ટી પ્લોટ બહાર કારમાંથી ચોરી થઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદપાસેની ચિખોદરા ચોકડી સ્થિત આવેલા શુભમ પાર્ટી પ્લોટ નજીક રવિવારે બપોરે પાર્ક કરેલી કારના કાચ તોડી તસ્કરો રૂા. 28 હજારની મતા ચોરી ગયાં હતાં.

અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રહેવાસી દીપકભાઈ અરવિંદભાઈ સોની રવિવારે તેમના સંબંધીના લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા. ચિખોદરા ચોકડી પાસે આવેલા શુભમ પાર્ટી પ્લોટમાં લગ્નસમારંભ દરમિયાન તેઓએ તેમની કાર પાર્કિંગમાં પાર્ક કરી હતી. દરમિયાન, બપોરના સુમારે તસ્કરોએ તેમના કારને નિશાન બનાવી ડ્રાઈવર સીટ તરફનો કાચ તોડી તેમાંથી દાગીના તથા અગત્યના દસ્તાવેજો મળી કુલ રૂા. 28 હજારની મતાની ચોરી કરી હતી. અંગેની જાણ દિપકભાઈને થતાં તેઓએ તપાસ હાથ ધરી હતી. અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...