• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • કરમસદમાંથી ડુપ્લીકેટ બીડીનું વેચાણ કરનાર ઝબ્બે

કરમસદમાંથી ડુપ્લીકેટ બીડીનું વેચાણ કરનાર ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદતાલુકાના કરમસદ ગામે રહેતા એક શખ્સને રાજકમલ અને છત્રપતિ સંભાજી બીડીના ડુપ્લીકેટ જથ્થા સાથે વિદ્યાનગર પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરમાં અભિલાષા સોસાયટીમાં રહેતા દિપકભાઇ બાબુભાઇ રાવલ છેલ્લા 18 વર્ષથી સાબરે વાધીરે આણી કંપની પ્રા. લિ. માં મેનેજર તરીકે ફરજ બજાવે છે. કંપનીની મુખ્ય હેડ ઓફીસ પુના ખાતે આવેલી છે. મેનેજર ખાતે ફરજ બજાવતા દિપકભાઇ રાવલને ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં બીડીઓની દેખરેખ રાખવાની હોય છે. તાજેતરમાં દિપકભાઇને માહિતી મળી હતી કે તેઓની કંપનીની રાજકમલ બીડી તેમજ છત્રપતિ સંભાજી બીડીનું ડુપ્લીકેટ ઉત્પાદનના માલનું કરમસદ ખાતે ભાથીજી મંદિર વાળા ફળિયામાં રહેતા ચિરાગ ગીરીશ જયસ્વાલ નામનો શખ્સ વેચાણ કરે છે. અને હાલમાં પણ તેના ઘરમાં રાજકમલ અને છત્રપતિ સંભાજી બીડીનો ડુપ્લીકેટ જથ્થો છુપાવી વેચાણ કરી રહ્યા છે.

બાતમીના આધારે તેમણે વિદ્યાનગર પોલીસને સાથે રાખી બુધવારે ચિરાગ જયસ્વાલના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને રાજકમલ બીડીના 70 પેકેટ મળી આવ્યા હતા. જે ડુપ્લીકેટ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. ઉપરાંત, છત્રપતિ સંભાજી બીડીનો બે નંગ ડુપ્લીકેટ જથ્થો પણ મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે વિદ્યાનગર પોલીસે તમામ જથ્થો કબ્જે કરી અંગે કાર્યવાહી હાથ ધરી છે.

કંપનીના મેનેજરે કૌભાંડ ઝડપી પાડ્યું

વિદ્યાનગરના ઇસમનું કારસ્તાન

અન્ય સમાચારો પણ છે...