• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પૂરગ્રસ્ત નભોઇ અને રિંઝામાં આજ સુધી કેશડોલ ચૂકવાતાં રોષ

પૂરગ્રસ્ત નભોઇ અને રિંઝામાં આજ સુધી કેશડોલ ચૂકવાતાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરમતીનદીમાં 20 દિવસ અગાઉ આવેલ પૂરના પાણી નભોઇ અને રીંઝા ગામમાં ઘૂસી ગયા હતા.જેના પગલે ભારે નુકશાન થયું હતું.આ બંને ગામની જનતા ખેતી મંજુરી કરીને જીવનગુજરાન ચલાવે છે.પરંતુ ત્રણ દિવસ સુધી પૂરના પાણી ગામના સીમ વિસ્તારમાં રહ્યાં હતા.જેથી લોકોની રોજીરોટી છીનવાઇ ગઇ હતી. તેમ છતાં સરકારી તંત્ર દ્વારા માત્ર ગામ છોડીને તારાપુર એપીએમસીમાં આશ્રય લેનાર પરિવારનો કેશડોલ ચુકવવાની રટ પકડી છે.આજે વીસ દિવસબાદ પણ ગ્રામજનોને કેશડોલ મળી નથી.જેના કારણે રોષ ભરાયેલા ગ્રામજનો આગામી 16મી ઓગષ્ટથી આણંદ જિલ્લા કલેકટર કચેરીએ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. તારાપુર તાલુકાના નભોઇ અને રીંઝા ગામમાં સાબરમતી નદીના પૂરના પાણી ફરી વળ્યા હતા.બંને ગામમાંની 4600ની વસ્તી છે. તમામ લોકો મુશ્કેલીમાં મુકાય હતાં.તેમ છતાં વહીવટી તંત્ર માત્ર રાહતછાવણીમાં આશ્રઇ લેનાર પરિવારોને કેશડોલ આપવાનું નકકી કર્યુ હતું તેનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.સમગ્ર ગામના લોકોને અસર થઇ હોવા છતાં વીસ દિવસબાદ પણ બંને ગામમાં કેશડોલ ચુંકવાઇ નથી.

ગ્રામજનો 16મીથી કલેકટર કચેરીએ આંદોલન છેડશે

અન્ય સમાચારો પણ છે...