દેવપુરા (કુબા) ના 11 લોકો સલામત સ્થળે ખસેડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરમતીનદીના કારણે ખંભાત તાલુકાના ગોલાણાના પરા દેવાપુરા (કુબા) સીમ વિસ્તારમાં ચોતરફ નદીના પૂરમાં ફસાયેલા 11 લોકોનું સ્થાનિક રેસ્કયુ ટીમ દ્વારા સલામત રીતે રેસ્કયુ કરી તારાપુર એપીએમસી ખાતે પહોંચાડવામાં આવ્યા છે.

સાબરમતી નદીમાં ભયાનક પૂરના કારણે દેવપુરા વિસ્તારમાં 11 લોકો ફસાયા હોવાનું જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલરૂમમાં સંદેશો મળતા તંત્ર તરત એકશનમાં આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. ખંભાતના ઇન્ચાર્જ મામલતદાર જે. એસ. દેસાઇ, પોલીસ સબ ઇસ્પેકટર વી. બી. ચૌધરી સ્ટાફ તથા તરવૈયાઓની ટીમ સાથે બચાવ કામગીરી માટે રવાના થયા હતા.

વિસ્તારમાં પ્રવેશ માટે ધોળકા તાલુકામાં થઇને પ્રવેશ કરવો પડે છે જે ખૂબ પડકારજનક હતો. તેમ છતાં ચોતરફ પાણી વચ્ચે રેસ્કયુ ટીમે સ્થાનિક સરપંચના સહયોગથી વિકટ પરિસ્થિતિમાં ટીમ પહોંચી ભાઠા વિસ્તારમાં રહેતા 11 લોકોને સલામત રીતે પૂરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મામલતદાર જે. એસ. દેસાઇએ જણાવ્યું કે દેવપુરા-કુબા વિસ્તારમાં ફસાયેલા 11 વ્યક્તિઓ ખુબજ નીચાણવાળા વિસ્તારમાં હતા અને ચોતરફ પૂરના પાણીથી ઘેરાયેલા હતા. રેસ્કયુ ટીમે અતિ વિકટ પરિસ્થિતિમાં પહોંચી લોકોને સલામત રીતે ઉગારી લીધા હતા. વટામણ આસપાસ તેમજ ગલિયાણા બ્રીજ પર પણ ચાર ફુટ પાણી હોવાથી ડમ્પર મારફતે બોટ સાથે રેસ્કયુ ટીમ પહોંચી હતી. મામલતદારે જણાવ્યું તમામ અસગ્રસ્તોને એકત્ર કરવામાં પણ ચાર કલાક જેટલો સમય ગયો હતો. પરંતુ તંત્રની સતર્કતાને કારણે લોકોને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા છે. જેઓ હાલમાં તારાપુર એપીએમસીમાં આશ્રય લઇ રહ્યા છે.

સાબરમતીના પૂરમાં ચોતરફથી ઘેરાયેલા

રેસ્ક્યુ ટીમે તારાપુર APMCમાં ખસેડ્યા

અન્ય સમાચારો પણ છે...