• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બીએપીએસ. આણંદ દ્વારા પૂરપીડિતો માટે ફૂડ પેકેટ વિતરણ

બીએપીએસ. આણંદ દ્વારા પૂરપીડિતો માટે ફૂડ પેકેટ વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચરોતર પંથકમાંથી સહાયનો ધોધ વહ્યો

પેટલાદથી પુરગ્રસ્તો માટે 7000 ફૂડ પેકેટ તૈયાર કરાયા

સરદાર પટેલ શાળા બોરીઆવી દ્વારા ફ્રૂડ પેકેટ વિતરણ

ખંભાત યુથ કોંગ્રેસ ટીમના યુવાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યાં

અસરગ્રસ્તો માટે ફૂટપેકેટ બનાવવા રસોડાં શરૂ થયાં

ખેડા જિલ્લાના ગામો માટે ફૂડ પેકેટ તૈયાર કરાયાં

ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ફૂટ પેકેટ અપાયાં

ખંભાત લાયન્સ ક્લબ તારાપુરના અસરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડ્યા

પેટલાદ ¿ રાજ્યમાંઅતિવૃષ્ટિના પગલે બનાસકાંઠાના પુરગ્રસ્તોની સહાય અર્થે પેટલાદ નગર પાલિકાના તમામ કર્મચારીઓના ફાળા તથા પેટલાદ રણછોડજી મંદિર ના સાહિયોગથી ખરા પારા તથા શુદ્ધ ઘીમાંથી બનાવેલ સુખડીના 7000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાયા છે.જે પેકેટ આજરોજ જિલ્લા કલેકટરને પહોંચાડયા. નગર પાલિકા ચીફ ઓફિસર હિરલ બેન ઠાકર જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર ડૉ ધવલ પટેલ દ્વારા ફૂડ પેકેટ માટે જાહેર અપીલ કરી હતી.

બીએપીએસ આણંદ દ્વારા પૂરપીડિતો માટે ફૂડ પેકેટ વિતરણ

આણંદ ¿ બોરીઆવીકેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ હાઇસ્કૂલના આચાર્ય ઠાકોરભાઇ જે. પટેલ, સતીશભાઈ પટેલ, કમલેશભાઇ પટેલ, સંતોષભાઈ કા.પટેલ, દિપકભાઈ પરમાર તેમજ શાળાના સ્ટાફ પરિવાર અને સેવકમિત્રો તથા રાજેશભાઈ પટેલ (પ્રમુખ બો.કે.મંડળ) ચંદ્રકાન્તભાઈ પટેલ (મંત્રી બો.કે.મંડળ) ભાઈલાલભાઈ પટેલ (ઉપપ્રમુખ બો. કે. મંડળ) ડો. ગીરીશભાઈ મિસ્ત્રી (સહમંત્રી બો.કે.મંડળ) કોમર્સ કોલેજ ઇ.આચાર્યા પ્રિતીબેન, અરૂણભાઈ સોલંકી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ) તથા તેમની ટીમ દ્વારા 1800 જેટલા ફૂડ પેેકેટ બનાસકાંઠા પહોંચાડાયા હતા.

ખંભાત ¿ સાબરમતીનદીકાંઠે આવેલા ગોલાણા વિસ્તારોમાં સાબરમતીના પાણી ઘુસી ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાવજસિંહ ગોહિલ અને તેમની ટીમના યુવાનોએ વિસ્તારોમાં જઈ રાહત કામગીરી બજાવી હતી.

કપડવંજ ¿ કપડવંજમાંબે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે વિવિધ સોસાયટીઓ, ગોપાલપુરાના છાપરા જેવા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાથી જનજીવન ખોરવાઇ ગયું હતું. અસરગ્રસ્તો માટે ફુટપેકેટ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

ખંભાત ¿ તાલુકાના કલોલી નાની, કલોલી, પથાપુરા રસિકપુરા ગામોમાં ધોળકા તાલુકા ઓબીસી, એસી, એસટી એકતા મંચ જીકેટીએસ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરાયાં હતાં. પેકેટમાં શુદ્ધ પાણી, દવા પણ મુકવામાં આવી હતી.

ખંભાત ¿ ખેડા જિલ્લા ક્ષત્રિય - ઠાકોર સેના દ્વારા ગળતેશ્વર, ઠાસરા અને ગૌરક્ષા દળ અને ઠાસરાના યુવાનો દ્વારા પુરપીડિતો બનાસકાંઠા માટે 3000 હજાર ફૂડપેકેટ અને ગાયો માટે 5000 હજાર પૂળાની વ્યવસ્થા કરી રાહત માટે ટીમ રવાના થઈ હતી.

ખંભાત ¿ ખંભાત લાયન્સ કલબ દ્વારા ખંભાત તારાપુર તાલુકાના પુર અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ પોહોંચાડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, કામગીરીમાં લાયન્સ કલબના પ્રમુખ દેવાનભાઈ વ્યાસ,જીગ્નેશ પટેલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...