તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • કરમસદ પાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં આટોપાઇ

કરમસદ પાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં આટોપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરમસદપાલિકાની મંગળવારે સવારે 11 કલાકે સામાન્ય સભા પ્રમુખ નિલેશ પટેલના અધ્યક્ષસ્થાને ચીફ ઓફિસર સી.બી.રબારીની ઉપસ્થિતમાં મળી હતી.

કરમસદ નગરપાલિકાના સામાન્ય સભામાં પ્રમુખ દ્વારા કામો મુકાયા હતાં. જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધ તથા જુદી જુદી મળેવ સમિતિઓના ઠરાવોને બહાલી આપવામાં આવી હતી.જયારે જિલ્લા આયોજનની ગ્રાન્ટ વર્ષ 2015-16ના 4કામો રદ કરી તેની જગ્યાએ નવીન કામો નકકી કરવામાં બાબતે તથા યુડીપી-88(2017-18)ની ગ્રાન્ટમાંથી કરવાના કામો નકકી કરવા કામને બહાલી અપાઇ હતી. પરંતુ બંને કામોમાં કયાં વિસ્તારમાં વિકાસ કામો અને કેવા કામો તે માટે કેટલી રકમ ફાળવવી તે અંગેનો કોઇ ઉલ્લેખ પરિપત્રમાં કરાયો નથી.તે અંગે કાઉન્સિલરો સાથે કોઇ ચર્ચા કરાઇ હતી. તેમજ અધ્યભ સ્થાને મુકાયેલા કામો અંગે પણ કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમ છતાં તમામ કામોને બે મિનિટમાં બહાલી આપીને સભાને આટોપી લેવાઇ છે. અંગે અપક્ષ કાઉન્સિલર અમિત રબારીએ જણાવ્યું કે, કરમસદ પાલિકની સામાન્ય સભામાં મુકેલ કામો અંગે માહિતી પંદર દિવસ બાદ મળે છે.

પાલિકામાં બહુમતીના જોર ચર્ચા વિના કામો મંજૂર

અન્ય સમાચારો પણ છે...