તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાં દિવસ દરમ્યાન વરસાદી ઝાપટા ચાલુ રહ્યા

આણંદમાં દિવસ દરમ્યાન વરસાદી ઝાપટા ચાલુ રહ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેર અને જિલ્લામાં બે દિવસ પુન: વાદળો છવાયા છે. તેના પગલે અવાર-નવાર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. મંગળવારના રોજ પણ સવારના 10 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ઝરમરીયા વરસાદ વચ્ચે વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહ્યો હતો. જિલ્લાના અન્ય તાલુકામાં પણ ચાર થી પાંચ મીમી વરસાદ નોંધાયો છે. જો કે આગામી 13મી જુલાઇ બાદ ચરોતર પંથકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ વિસ્તારમાં લો પ્રેશરની સિસ્ટમ પુન: સક્રિય થતા ગુજરાતમાં સોમવારથી વરસાદની આગાહી હવામાન િવભાગ દ્વારા કરવામાં આવી હતી. આણંદ શહેરમાં સોમવારે બપોરે વરસાદનું હળવું ઝાપટું પડ્યા બાદ સાંજે પુન: વરસાદ શરૂ થયો હતો.

શહેરમાં વરસાદી ઝાપટા ચાલુ રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...