તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતરાઇએ બોગસ સહી કરી વારસાઇ જમીન વેચી મારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનજીકના મોગર ગામની 68.80 ગુંઠા જેટલી જમીન પિતરાઈ ભાઈએ બોગસ પાવર ઓફ એટર્ની તેમજ સહીના આધારે વેચી મારતા 5 શખ્સ સામે ફરિયાદ થઇ છે.

બાકરોલ ટાઉનશીપમાં રહેતા હરીશભાઈ અંબાલાલભાઈ પંચાલની વડીલોપાર્જીત મોગર ગામની સીમમાં જમીન આવેલી છે. પિતા ગુજરી ગયા બાદ પિતરાઈ ભાઈ કેતનભાઈ પંચાલે 2002માં બોગસ પાવર ઓફ એટર્ની અને બનાવટી સહી કરી હતી. અને તેના આધારે જમીન મોગર ગામે રહેતા જીતસિંહ વાઘેલા, બળવંતભાઈ વાઘેલા, ચંદાબેન વાઘેલા તથા લીલાબેન વાઘેલાને વેચી મારી હતી. અંગેની જાણ હરીશભાઈને થતાં તેઓએ બધી નકલો અને કાગળિયાઓ કઢાવ્યા હતા જેમાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ તેમને થઈ હતી. તેમણે પાંચેય શખ્સ સામે વાસદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

છેતરપિંડી બદલ પાંચ શખ્સ સામે પોલીસ ફરિયાદ

વર્ષ 2002માં ખોટી પાવર ઓફ એટર્ની બનાવી હતી

અન્ય સમાચારો પણ છે...