તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ‘વહીવટી’ માર્ગ |પાલિકા પ્રમુખ પાસે સત્તા હોવા છતાં ફાઇ‌લ ક્લીયર કરવામાં આવતી નથી : સ્થાનિકોમાં ભ

‘વહીવટી’ માર્ગ |પાલિકા પ્રમુખ પાસે સત્તા હોવા છતાં ફાઇ‌લ ક્લીયર કરવામાં આવતી નથી : સ્થાનિકોમાં ભારે રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનગરપાલિકાના કારોબારી ચેરમેન ત્રણ માસ અગાઉ વિદેશ ગયા છે. જેના કારણે મિલકતમાં નામ ફેર કરાવવા માટે અરજદારોને પાલિકાના દરરોજ ધક્કા ખાવા પડે છે. તેમ છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા અરજદારોની ફાઇલોના નિરાકરણ માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો હતો. કારોબારી ચેરમેનની ગેરહાજરીમાં કોઇને હવાલો સોંપવામાં આવ્યો હતો. પ્રમુખને સત્તા હોય છે. તેમ છતાં કોઇ કારણસર અરજદારની ફાઇલો અટવાઇ છે.

આણંદ પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ પટેલ ત્રણ માસથી અમેરિકા ગયા છે. પરંતુ તેમની જગ્યાએ કોઇને હવાલો સાેંપવામાં આવ્યો નથી. જેના કારણે આણંદ શહેરમાં રહેતા મિલકતદારોને પોતાની મિલકતમાં નામફેર કે અન્ય એન્ટ્રી કરાવવી હોય તો કયાં જવું તે પ્રશ્ન થઇ પડે છે. છેલ્લા ત્રણ માસમાં 200થી વધુ ફાઇલ મિલકત નામ ફેર માટે આવેલ છે. પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા તેનો નિકાલ કરાતો નથી. કહેવાતા શાસકો દ્વારા અરજદારોની અરજીઓના નિકાલ માટે વહિવટીયો માર્ગ અપનાવીને અરજદારો પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા તથા નામ ટ્રાન્સફરથી ઉપરાંત રોકડા નાણાં ચુકવ્યા પછી ફાઇલનું કામ હાથ ધરાય તેવી ચર્ચા છે.

વાંધા સિવાયની કોઇ ફાઇલ પેન્ડીંગ નથી

^પાલિકાનીકારોબારી ચેરમેનની ગેરહાજરીમાં કારોબારી સભ્યો અને પાલિકાના પ્રમુખ અરજદારોની ફાઇલોને ચકાસીને તેનો નિકાલ કરે છે. વાંધાજનક ફાઇલો સિવાય અન્ય કોઇ ફાઇલ પેન્ડીંગ નથી. > એચ.કે. ગરવાલ, ચીફઓફિસર, આણંદ નગરપાલિકા

આણંદ પાલિકાના ચેરમેન 3 માસથી વિદેશ.. મિલકતમાં નામ ફેરની 200 ફાઇલો અટવાઇ

અન્ય સમાચારો પણ છે...