તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 50 વધુ ચૂકવાશે : અમૂલ

દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 50 વધુ ચૂકવાશે : અમૂલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દૂધના ખરીદભાવનો વધારો

અમૂલડેરી તરીકે જાણીતા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ રૂ.50નો વધારો કરવામાં આવનાર છે. 21 મી જૂનથી દૂધ ઉત્પાદકોની નવા ખરીદભાવ ચૂકવવામાં અાવશે. હાલના દૂધના ખરીદભાવ પ્રતિ કિલો ફેટ રૂ.630થી વધીને રૂ.680 થશે. જેનો લાભ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં અમૂલ ડેરી સાથે સંકળાયેલી 1200 ઉપરાંત દૂધ મંડળીમાં દૂધ ભરતાં 6 લાખ દૂધ ઉત્પાદકોને મળશે. અમૂલ ડેરી દ્વારા એક વર્ષમાં છઠ્ઠી વખત દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવશે.

સંઘ દ્વારા ગુજરાતમાંથી દૈનિક 22.50 લાખ લિટર દૂધ સંપાદન કરવામાં આવે છે. મહારાષ્ટ્ર, પંજાબ અને પશ્ચિમ બંગાળમાંથી દૈનિક 6.75 લાખ લિટર દૂધ સંપાદન થાય છે.

નિર્ણય|નવા ભાવનો અમલ 21મી જૂનથી કરાશે

તારીખ કિલો 7 ટકા 4 ટકા

ફેટદીઠ ફેટના ફેટના

1એપ્રિલ ’16 57040.70 26.71

21જૂન ’16 58041.41 27.18

11નવેમ્બર’16 59042.13 27.65

11જાન્યુ.’17 60042.84 28.12

11ફેબ્રુઆરી ’17 61043.55 8.58

11અેપ્રિલ ’17 63044.98 29.52

21જૂન ‘17 68046.55 0.00

(દૂધનાખરીદભાવ રૂપિયામાં છે)

6 લાખ દૂધ ઉત્પાદકોને કિલો ફેટે હવે રૂ. 680 મળશે

અન્ય સમાચારો પણ છે...