તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • તબીબની બેદરકારીથી પ્રસુતાના મોતથી ભારે હોબાળો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબની બેદરકારીથી પ્રસુતાના મોતથી ભારે હોબાળો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાતશહેરમાં ધી કેન્ડી મેડિકલ રીલીફ ટ્રસ્ટ સંચાલિત લીલાવતી ભગવતીલાલ રાવ જનરલ હોસ્પિટલમાં માસ પૂર્વે હોસ્પિટલમાં પ્રસૃતિ માટે રાવળ સમાજની યુવતીને દાખલ કરાઇ હતી. ત્યારે ડોકટરની બેદરકારીને કારણે પ્રસૃતા કોમામા સરી ગઇ હતી. માસથી કોમામા સરી ગયેલ પ્રસૃતાનું માસ બાદ સોમવારના રોજ મોત નીપજ્યું હતું. જેના કારણે રોષે ભરાયેલા રાવળ પરિવાર અને તેમના સમાજના લોકો એકત્ર થઇ જનરલ હોસ્પિટલમાં પ્રસૃતાનો મૃતદેહ લઇ જઇ ભારે હોબાળો મચાવ્યો હતો.

ખંભાત શહેરની એલબી રાવ જનરલ હોસ્પિટલમાં માસ પૂર્વે જયશ્રીબેન ભાવિનભાઈ રાવળ (ઉ.વ.25)ને પ્રસુતાની પીડા ઉપડતાં દાખલ કરવામાં આવ્યા હતા. એલબી હોસ્પિટલના ડૉ. પારસ પંડિતે મહિલાની પ્રસુતિ કરાવી હતી. જોકે, પ્રસુતી ટાણે મહિલા કોમામા સરી ગઇ હતી. આખરે મહિલાને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જેનું લાંબી સારવાર બાદ મહિલાનું સોમવારના રોજ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે રાવળ સમાજ અને નગરજનોમાં રોષ ભભૂક્યો છે અને મૃતદેહ સાથે હોસ્પિટલમાં દોડી હોબાળો મચાવ્યો હતો.

જેના પગલે સંચાલકે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. મામલતદાર પણ દોડી આવીને મૃતકનાં પરિવારજનોને સમજાવવા છતાં માનતા આખરે પરત ફર્યા હતા. પરંતુ લખાઇ રહ્યું છે ત્યાં સુધી રાવળ સમાજના લોકોએ મહિલાનો મૃતદેહ હોસ્પિટલમાંથી ઉઠાવ્યો હતો. જેના કારણે છેલ્લા સાત કલાકથી મૃતદેહ સંચાલકોની આડોડાઇને કારણે રઝળી રહ્યો છે. મોડીરાત્રે ટોળું વધી જતાં પોલીસે ટીમ બોલાવીને બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

હોસ્પિટલમાં મહિલાઓએ હોબાળો મચાવી ન્યાય નહીં તો અંતિમવિધી નહીં

માસનો બાળક માતા વિના ઝુરી રહ્યો છે

ડોકટરનીબેદરકારીને કારણે જયશ્રીબેન કોમામા સરી ગયા હતા. પરંતુ પુત્ર હેમખેમ હતો. છેલ્લા માસથી કાકી તેની સારવાર કરી રહ્યા છે. તેમ છતાં બેભાન અવસ્થામાં હોસ્પિટલની બીછાને પડેલી માતાનો પાલવ પકડીને રડી રહ્યો છે. જ્યારે સોમવારે જયશ્રીબેનનું મોેત નીપજતાં માસનો પુત્ર તથા ત્રણ વર્ષનો પુત્ર મિહીર માતાના વિરહમાં ઝુરી રહ્યો છે.

અેલબી હોસ્પિ.ના ડોકટરની બેદરકારીથી પત્નીનું મોેત નીપજ્યું

મૃતકજયશ્રીબેનના પતિ ભાવિન રાવળે જણાવ્યું હતું કે ‘એલબી હોસ્પિટલના ડોકટરની બેદરકારીથી તેણીની તબિયત લથડી ગઇ હતી. એલબી હોસ્પિટલના ડોકટરની બેદરકારીને કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે અંગે વકીલ મારફતે ડોકટર અને હોસ્પિટલના સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.’

ખંભાત જનરલ હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના મુદ્દે રાવળ સમાજના લોકોએ હોબાળો મચાવતાં બંદોબસ્ત ગોઠવાયો.

ખંભાતના પી.આઈ. પી.ડી.પરમારે જણાવ્યું હતું કે ‘મૃતકનાં પતિએ અગાઉ બેદરકારી બાબતેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસ કરી રિપોર્ટ બનાવી તથા નિવેદનો ગાંધીનગર નિષ્ણાંતને મોકલી આપ્યો છે. ગાંધીનગરની ટીમે હોસ્પિટલની મુલાકાત લઇ તપાસ કરેલ છે.

ગાંધીનગર નિષ્ણાતને રિપોર્ટ મોકલ્યો

માસ પૂર્વે પ્રસુતી સમયે દાખલ થયેલી મહિલા કોમામાં સરી ગઇ હતી, જેનું સોમવારે મોત થતાં રોષ ભભૂક્યો

બેદરકારી | ખંભાત જનરલ હોસ્પિટલમાં રાવળ સમાજના લોકો મહિલાના મૃતદેહ સાથે દોડી જતાં વાતાવરણ તંગ બન્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો