તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ સામરખા ચોકડી પાસેથી એક્ટિવા ચોર ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદકિશોર પ્લાઝા પાસેથી એક દિવસ અગાઉ એક્ટીવા ચોરી કરનારા મૂળ અજુપુરાના શખ્સને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને અજુપુરાનો એક શખ્સ ચોરીનું એક્ટીવા વેચવા ફરે છે. અને તે સામરખા ચોકડી પાસેથી સોમવારે બપોરે પસાર થવાનો હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન, સામરખા ચોકડી પાસે આવતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. મૂળ અજુપુરાના બાલમંદિર પાસે રહેતો લુકમાન બાબુભાઈ વ્હોરાએ એક્ટીવા એક દિવસ પહેલાં આણંદ કિશોર પ્લાઝા પાસેથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. હાલમાં આણંદ શહેર પોલીસે તેની ધરપકડ કરી તે અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે સંદર્ભે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો