તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • સિલેક્શન કમિટીમાં સિન્ડિકેટ સભ્યોનો સમાવેશ નહીં થઇ શકે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિલેક્શન કમિટીમાં સિન્ડિકેટ સભ્યોનો સમાવેશ નહીં થઇ શકે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફની ભરતી માટેની સિલેક્શન કમિટીમાં ત્રણ સિન્ડિકેટ સભ્યોનો સમાવેશ કરવા બાદ સિન્ડિકેટ બેઠકમાં બહુમતિના જોરે કરાયેલા ઠરાવને રાજ્યપાલ દ્વારા રદ કરવામાં આવ્યો છે.

જુલાઇમાં યોજાયેલી સિન્ડિકેટ બેઠકમાં યુનિવર્સિટીમાં ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફની ભરતી માટે સિલેક્શન કમિટીમાં ત્રણ સિન્ડિકેટ સભ્યોનો સમાવેશ કરવા બાબતે બહુમતિથી ઠરાવ કરવામાં આવ્યો હતો. જેની સામે તત્કાલિન વાઇસ ચાન્સેલર ડૉ.હરીશ પાઢ દ્વારા વિરોધ નોંધાવાયો હતો. ત્યારબાદ મામલે રાજ્યપાલનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમજ યુથ કોંગ્રેસના રવિ પટેલ અને એનએસયુઆઇ દ્વારા પણ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે રાજ્યપાલે ઠરાવ રદ કર્યો છે.

યુજીસીની ગાઇડલાઇન શું છેω

યુજીસીનીગાઇડલાઇન અનુસાર સિલેક્શન કમિટીમાં સિન્ડિકેટ સભ્યોનો સમાવેશ કરવા બાબતે કોઇ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કમિટીમાં વીસી ચેરમેન હોય છે તેમજ ફેકલ્ટી ડીન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તથા ત્રણ એક્સપર્ટ સભ્યોનો સમાવેશ કરાય છે. તેમજ એસસીએસટી સેલમાંથી એક સભ્ય આવે છે.

3 સિન્ડિકેટ સભ્યોના સમાવેશ બાબતેનો ઠરાવ રાજ્યપાલે રદ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો