તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પગભર કરવા ઉદ્દેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિલાઓનેગ્રામ્ય કક્ષાએ રોજગારી મળી શકે તેવા આશય અને સ્વછ ભારત મિશન અંતર્ગત આણંદ જિલ્લાના મહિલા સખી મંડળોને શૌચાલય બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે અને મહિલાઓ દ્વારા શૌચાલયો બનાવીને રોજગારી પણ મેળવી રહી છે. જિલ્લામાં આવા 1063 શૌચાલયો બનાવવામાં આવ્યા છે. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.બી.વહોનિયાએ જણાવ્યું હતું.

અંગેની વધુ માહિતી આપતાં આણંદ જિલ્લા ગ્રામ વીકાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલયો બનાવવા માટેની મૂહિમ ઉપાડી છે. અભિયાન અંતર્ગત જિલ્લામાં મહિલાઓને રોજગારી મળી શકે તેવા આશયથી સ્વ્ચ્છતા શિલ્પી યોજના અનવયે મહિલાઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. જેની માટે મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે.

યોજના અનવ્યે જિલ્લામાં આવેલા આઠ તાલુકાઓમાં કુલ 166 એમઓયુ કરવામાં આવ્યા છે. જેના થકી મહિલાઓએ જાતે 1063 જેટલા શૌચાલયો બનાવીને રોજગારી મેળવી છે. જયારે અન્ય 222 જેટલા શૌચાલયો બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે. અભિયાન અંતર્ગત મહિલાઓને કામગીરીની તાલીમ પણ આપવામાં આવી રહી છે. આમ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને રોજીરોટી મળી રહે તે માટે અગાઉ પણ જીઈબીમાં વીજબિલ ફાડવાની ટ્રેનિંગ આપીને મહિલા સખી મંડળોને બહેનોને કામ સોંપવામાં આવ્યું હતું. જેના થકી મહિલાઓને રોજગારી મળી રહેશે.

આણંદ જિલ્લાનાં તાલુકા પ્રમાણે કરવામાં આવેલા એમઓયુ

તાલુકો MOUની પુર્ણ કરેલા

સંખ્યા શૌચાલયો

આણંદ43 260

આંકલાવ 15 103

બોરસદ 16 140

ખંભાત 35 380

પેટલાદ 37 100

તારાપુર 06 52

ઉમરેઠ 14 22

મહિલા સખી મંડળોએ 1063 શૌચાલયો બનાવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો