તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • કિડની કૌભાંડમાં CBIને તપાસ અધિકાર હોવાની હાઇકોર્ટમાં રિટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિડની કૌભાંડમાં CBIને તપાસ અધિકાર હોવાની હાઇકોર્ટમાં રિટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંતરરાષ્ટ્રીયકિડની કૌભાંડમાં હાલ તપાસ ચલાવી રહેલી ગુજરાત પોલીસને તપાસની કોઇ સત્તા નહીં હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટમાં પિટિશન થઇ હતી. જેમાં કેસની તપાસ સીબીઆઇ જેવી કેન્દ્રીય એજન્સીને સોંપવાની દાદ માગવામાં આવી છે. હાઇકોર્ટે કેસના તપાસ અધિકારીની આગામી તારીખે કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.

અરજદાર જીવણ રાઉત દ્વારા એડ્વોકેટ ચેતન પંડ્યા મારફત કરાયેલી પિટિશનમાં એવી રજૂઆત કરાઇ છે કે, આણંદમાં 13થી વધારે લોકોની કિડની ગેરકાયદેસર દાન કરવાના બહાર આવેલા કૌભાંડમાં આણંદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કૌભાંડમાં માર્ચ મહિનાથી આણંદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે સમગ્ર રેકેટ આંતરરાષ્ટ્રીય છે. કિડની શ્રીલંકામાં જઇને કાઢી લેવામાં આવી છે ત્યારે રેકેટ આંતરરાષ્ટ્રીય રેકેટ છે. ગુજરાત સરકારે કેસની તપાસમાં ગુજરાતના અધિકારી અને કેન્દ્ર સરકારના અધિકારીની ટીમ બનાવી તપાસ કરાવવી જોઇતી હતી. જોકે તેમ થયું હતું. માત્ર આણંદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ખરેખર તો સમગ્ર રેકેટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફેલાયેલું છે ત્યારે કેસની તપાસ કેન્દ્રીય એજન્સી દ્વારા થવું જોઇએ. જેથી પ્રકારના કેસની તપાસ કરવાની સત્તા માત્ર સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ને હોવાની પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે. જેથી કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે તેવી માગ કરાઇ છે. જે કેસમાં જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ તપાસ અધિકારીને આગામી બુધવારે હાઇકોર્ટ સમક્ષ તમામ તપાસના દસ્તાવેજો સાથે હાજર થવા આદેશ આપ્યો છે. અરજદાર દ્વારા એવી પણ રજૂઆત કરાઇ હતી કે, રાજ્ય સરકાર દ્વારા કરાયેલા 2014ના સુધારાઓને પણ સરકારે સ્વીકારી તપાસના કામે તેનો અમલ કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો