• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સરદાર પટેલ યુનિવર્સિટીએ પરીક્ષા ફીમાં કર્યો 50 ટકાનો ઘટાડો

સરદાર પટેલ યુનિવર્સિટીએ પરીક્ષા ફીમાં કર્યો 50 ટકાનો ઘટાડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતનીતમામ યુનિવર્સિટીમાંથી સૌથી વધુ પરીક્ષા ફી સરદાર પટેલ યુનિવર્સિટી લેતી હોવાનું લાંબા સમય બાદ સિન્ડીકેટને ભાન થયું છે. આથી વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા ફીમાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી હવે અડધી થઈ છે. આમ, વિદ્યાર્થીઓને હિતમાં યુનિવર્સિટીની સિન્ડીકેટમાં નિર્ણય લેવાયો છે.

સરદાર પટેલ યુનિવર્સિટીની શુક્રવારે યુનિવર્સિટીના સિન્ડીકેટ હોલમાં બેઠક મળી હતી. જેમાં 13 સભ્યો હાજર રહ્યા હતા. નિમણુંકની બાબત સિવાય શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આજે સૌથી મહત્વનો વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં ઘટાડો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. કુલપતિ ડો. શિરીષ કુલકર્ણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુિનવર્સિટીના પરીક્ષા ફીના માળખામાં વિસંગતતા હતી. દર બે વર્ષે 10 ટકા પરીક્ષા ફીમાં વધારો થતો હતો. જેના કારણે રાજ્યની અન્ય યુનિવર્સિટીની સરખામણીમાં ગુજરાતમાં સૌથી વધુ એસપી યુનિવર્સિટીની પરીક્ષા ફી હતી.

સંદર્ભે વિદ્યાર્થીઓને હિતમાં નિર્ણય લેવાયો છે. જેનો અંદાજે 60 હજાર વિદ્યાર્થીઓને લાભ મળવાનો છે. આમ, વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ રાહત થવાની છે. કુલકર્ણીએ વધુમાં જણાવ્યું હતંુ કે, યુનિવર્સિટીની આવકમાં વાર્ષિક રૂા. 1.40 કરોડનો ઘટાડો થવાનો છે. સેમેસ્ટરવાઈઝ 65 લાખની આવક ઘટવાની છે. જેનો અમલ ચાલુ વર્ષથી શરૂ થઈ જવાનો છે. જેમાં ગ્રાન્ટેડ-સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની વિવિધ અભ્યાસક્રમોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં સૌથી વધુ પરીક્ષા ફી લેનાર યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...