પૂરના પાણી ઓસર્યા પણ સમસ્યા ઠેરની ઠેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરમતીમાંઆવેલ પૂરના પાણી ઓસરતા તંત્ર અને 14 ગામોની જનતાને રાહત થઇ હતી.ખાસ કરીને નદી કિનારે આવેલ રીંઝા,નભોઇ,ગલીયાણામાં પૂરના પાણી વધુ ધસી ગયા હતા.તેના કારણે ગ્રામજનો અને તંત્રની ઉંધ હરામ થઇ ગઇ હતી.

જોકે શુક્રવાર મોડીરાતથી ગામમાંથી પાણી ઓસરવા લાગ્યા હતા,જેના પગલે શનિવાર સવારે રાબેતા મુજબનો જીવનવ્યવહાર શરૂ થઇ ગયો હતો.જેના કારણે ગ્રામજનોને રાહત થઇ હતી.જો કે આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા 14 ગામોમાં તકેદારીના પગલાં રૂપે તંત્રને સતર્કત રહેવા જણાવ્યું છે.

પૂરગ્રસ્ત ગામોમાં બચાવ રાહત કામગીરી માટે તારાપુર તાલુકાના રીંઝા,નભોઇ,ગલીયાણા,કસબારા,ફતેપુરા ગામમાં એન.ડી.આર.એફ તથા જાફરગંજ,ખડા,મોટા કલોદરા અને મિલરામપુરામાં એસ.ડી.આર.એફના જવાનો તૈનાત કરવામાં આવ્યા હોવાનું કલેકટરે ડો ધવલ પટેલે જણાવ્યું હતું .

પૂર અસરગ્રસ્ત ગામોમાં તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, એટલું નહીં બચાવ રાહત માટે પણ તમામ ગામોમાં ટીમો તૈનાત કરવામાં આવી છે.સાથે સાથે સીમ વિસ્તારમાં આવેલા ખેતરોમાં સર્વે કરીને કેટલું નુકશાન થયું છે.તેનો સર્વે કરીને ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે.હાલતો પૂર અસરગ્રસ્ત ગામોમાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, એટલું નહીં કોઇ પણ સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા માટે તંત્ર સતર્કતા સાથે સજજ છે.તેમજ તમામ ગામોમાં રોગચાળો ના ફાટી નીકળે તે માટે આરોગ્ય વિભાગની ટીમો ઉતારી ને ઘેર ધેર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તેમજ ગામમાંથી ગંદકી દૂર કરવા માટે પંચાયત અને તંત્ર દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યા છે.તેમજ જરૂરીયાત મંદ લોકોન ેજીવન જરૂરી ચીજવસ્તુ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ સેવાભા‌વિ સંસ્થા દ્વારા પણ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આમ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણવા મળેલ છે.

ઉલ્લેખનીય છે કે, પૂરના પાણી ઓસર્યા બાદ ચારે તરફ ગંદકીના ઢગ ખડકાયેલા છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે. જોકે, તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવાઈ રહ્યાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પૂર અસરગ્રસ્ત ગામોમાં રોગચાળો ફેલાય તે માટે તંત્ર દ્વારા દવા છંટકાવ તથા શુદ્ધ પાણી મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરાવમાં આવી છે.

પાણી ઓસરતા ગ્રામજનો તથા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પાણીના કારણે ગ્રામજનોના જીવ અદ્ધર થઈ ગયા હતા.

રીંઝા અને નભોઇ સહિતના ગામોમાં પાણી ઓસરતા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથધરાઇ

અન્ય સમાચારો પણ છે...