તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરેઠ તાલુકાના પ્રા. શિક્ષકો પગાર વગર પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડધોમહિનો પૂરો થવા છતાં ઉમરેઠ તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો પગાર થતા, શિક્ષકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે, ચર્ચા મુજબ દર માસની 5મી તારીખની આસપાસ પ્રાથમિક શિક્ષકોનો પગાર થઇ જતો હોય છે, મળતા આંકડા મુજબ ઉમરેઠ તાલુકાના 745 જેટલા પ્રાથમિક શિક્ષકોને દર માસે અંદાજે ત્રણ કરોડ અઠ્યાવીસ લાખનો પગાર ચુકવવામાં આવે છે. પરંતુ ચાલુ માસનો અડધા દિવસો પુરા થવા આવ્યા છતાં, સરકારના નાણાં વિભાગમાંથી પગારની ગ્રાન્ટ કોઈ પણ કારણસર નહીં આવવાથી તમામ શિક્ષકો વલખા મારી રહ્યા છે.

નામ નહીં લખવાની શરતે એક કર્મચારીએ જણાવ્યું હતું કે આગાઉ પણ કોઈ કારણસર સરકાર માંથી ગ્રાન્ટ મોડી આવવાના કારણે સમયસર પગાર ચૂકવવાની સમસ્યા ઉભી થતી હતી,પરંતુ જેતે વખતના ટીડીઓ અને વહીવટી સટાફની સુઝબુઝ થી પંચાયતના સ્વ.ભંડોળ માંથી એક વખત પગાર ચૂકવી દેવામાં આવતો હતો,પરંતુ હાલના ટીડીઓ ગુલાબસિંહના ગભરુ સ્વભાવના કારણે તેઓ એ.જી.[એકાઉન્ટ જનરલ રાજકોટ ]વિભાગ થી ખુબ ડરે છે.

અન્ય સમાચારો પણ છે...