તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડતાલ અને ખૂંટજમાંથી 16 જુગારી ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રાવણમાસ નજીક આવતા ખેડા જિલ્લામાં ધીમેધીમે કરીને શ્રાવણિયો જુગારની બદી માથું ઉંચકી રહી છે. વીતેલા 24 કલાક દરમ્યાન જિલ્લાના નડિયાદ પાસેના વડતાલ તથા મહુધા પાસેના ખૂંટજમાં મળી 16 ઇસમો પતા પાનાનો જુગાર રમતા ઝડપાયા છે. બંન્ને બનાવોમાં 24 હજાર ઉપરાંતની રોકડ રકમ પોલીસે કબ્જે લઇ 16 નબીરાઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી આદરી છે.

નડિયાદ નજીક વડતાલના ચારણીયા કૂવા પાસે બાતમીના આધારે ચકલાસી પોલીસે રેડ કરતા આઠ નબીરાઓ પતા-પાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં જગદીશ પરમાર (રહે. વડતાલ, ચારણીયાકૂવા), વિશાલ રાણા (રહે. બોરસદ), જિજ્ઞેશ ભાટિયા (રહે. આણંદ), અમર પટેલ (રહે. નડિયાદ), દેવલ શાહ (રહે. નડિયાદ), તૃષાર દેસાઇ (રહે. કરમસદ), આયુશ પટેલ (રહે. આશી) તથા ધર્મેન્દ ગોસ્વામી (રહે. ભેટાસી)નો સમાવેશ થાય છે.

ખૂંટજ ગામમાંથી આઠ જણાને પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...