તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ ગ્રીડ ચોકડી પર ત્રણ મોબાઇલની લૂંટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરમાં ગુરુવારે સવારે 11 વાગ્યના અરસામાં એક રીક્ષાચાલકે ચાલીને જતી વિદ્યાર્થિનીના હાથમાં મોબાઇલ ઝૂટવીને ભાગ્યો હતો. ત્યારબાદ આગળ ચાલીને જતી બે મહિલના હાથમાંથી મોબાઇલની લુંટ ચલાવીને રીક્ષાચાલક ધોળે દિવસે રફુચક્કર થઇ ગયો હતો. જે અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

મૂળ સુરતની અને આણંદ નહેરુબાગ પાસે આવેલ જ્ઞાનદીપ સોસાયટીમાં રહેતી આસ્થાબેન અશોકભાઈ ચૌધરી આણંદ હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરે છે. આસ્થા ગ્રીડ ચોકડી પાસેથી ચાલીને જઇ રહી હતી. ત્યારે પૂરઝડપે આવી રહેલ અજાણ્યા 35 વર્ષના રીક્ષાચાલકે તેની નજીક રીક્ષા લઇ જઇને આસ્થાના હાથમાં મોબાઇલ ઝુટવી લઇ લુટ ચલાવી હતી. રીક્ષા ભગાડી મુકી હતી. ત્યાં 200 મીટર દુર ચાલીને જતાં હીનાબેન નારાયણભાઈ પટેલ અને ખ્યાતિબેન અશોકભાઇ ઠક્કરના હાથમાંથી પણ રીક્ષાચાલકે કિંમતી મોબાઇલો ઝુટવી લઇને રીક્ષા લાંભવેલ તરફ ભગાડી મુકી હતી.

અન્ય સમાચારો પણ છે...