તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ખડોલમાંથી રૂ. 97 હજારના વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા

ખડોલમાંથી રૂ. 97 હજારના વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવનાખડોલ ગામમાંથી રૂા. 97 હજારના વિદેશી દારૂ સાથે ચાર શખ્સને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસે એક મોપેડ, મબાઈલ સહિત કુલ રૂા. 1.38 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આંકલાવ તાલુકાના ખડોલ ગામમાં ખુલ્લા ખેતરમાં છેલ્લાં કેટલાંય સમયથી વિદેશી દારૂનું નેટવર્ક ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી.

જેને પગલે પોલીસે છાપો માર્યો હતો. સમયે બે ટુ વ્હીલર પર બેઠેલા ચારેય શખ્સને પોલીસ હોવાનો અણસાર આવી જતા તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે કોર્ડન કરી તેમને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...