તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાડગુડ શાળામાં ડ્રગ્સ વિરોધ દિનની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાડગુડ પે.સેન્ટર શાળા ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આણંદ જિલ્લાના મુખ્ય અધિક્ષક એચ.પી.સિસોદિય, આણંદ પેરા મેડિકલ સોસાયટીના નવનીતસિંઘ, મીનલબેન ઠક્કર અને નેરીબેન કાંત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં ધો.6 થી 8ના વિધ્યાર્થીઓને પ્રોજેક્ટ દ્વારા નશા થી થતી અસરો વિશે સમાજાવવમાં આવ્યું હતું. આ સાથે ઓડિઓ વિજ્યુઅલ દ્વારા આતંરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિનની સમજ આપવામાં આવી. જેમાં મીનક્ષીબેન મકવાણા દ્વારા આતંરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિનની સમજ આપવામા આવી.અને આચાર્ય હિરેનભાઇ મેકવાન દ્વારા વ્યસનની જીવન-કુંટુંબ પર પડતી અસરો વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે આણંદ જિલ્લાના મુખ્ય અધિક્ષક એચ.પી.સિસોદિયા વિદ્યાર્થીઓને વ્યસનથી દુર રહેવા અને સમાજની આ બદીને જડ મુળથી ઉખેડવા માટે આહવાન કર્યુ. આ પ્રસંગે શાળાના આચાર્ય હિરેનભાઇ મેકવાન સહિત મોટી સંખ્યામાં વાલીઓ તથા અને એસ.એમ.સી.ના સભ્યો ઉપિસ્થત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...