તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદની ખાનગી શાળામાંથી બેે વિદ્યાર્થી, એક વિદ્યાર્થીનું અપહરણ થયાની અફવા

આણંદની ખાનગી શાળામાંથી બેે વિદ્યાર્થી, એક વિદ્યાર્થીનું અપહરણ થયાની અફવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેર પાસે આવેલી મોટી ખોડિયાર સ્થિત એક ખાનગી સ્કુલમાંથી બે કિશોરી અને કિશોર સહિત ત્રણ વિદ્યાર્થીઓને ઉઠાવગીર ટોળકી અપહરણ કરી લઈ ગઈ હોવાનો મેસેજ વહેતો થતાં જ પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું. જોકે, આ મામલે સ્કુલના આચાર્યે વાઈરલ કરાયેલો મેસેજ સદંતર ખોટો હોવાનું જણાવી મેસેજ જે લોકો ફેલાવે છે તેમના વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. જોકે, હાલમાં મેસેજ કોણે અને ક્યા કારણથી વહેતો કરાયો છે તે બાબત પ્રકાશમાં આવી નથી.

આ અંગે વાત કરતા આચાર્ય સુનિલભાઈ કયમલે જણાવ્યું હતું કે, હાલમાં વાઈરલ થયેલા મેસેજ સાવ ખોટો છે. જો શાળામાં આવી કોઈ ઘટના બની હોય તો અપહૃત થયેલા વિદ્યાર્થીઓના વાલીઓ અમારી પાસે આવે. પરંતુ આવી કોઈ જ ઘટના શાળામાં બની નથી. પરંતુ આ મેસેજ વધુ વાઈરલ ન થાય અને લોકોમાં શાળા માટે કોઈ ખોટી ઈમેજ ન બંધાય, ભયમુક્ત વાતાવરણ બને તે હેતુસર આગામી ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, મહિલાઓની ઉઠાવગીર ટોળકી ગુજરાતમાં સક્રિય બની હોવાના ખોટા મેસેજ વહેતા થયા છે. જેને કારણે મંગળવારે આ મામલે અમદાવાદમાં એક મહિલાની ટોળાંએ હત્યા પણ કરી નાંખી હતી. આ મામલે ગુજરાત પોલીસ દ્વારા મેસેજ ખોટા હોવાની તાકીદ કરવાની સાથોસાથ આવા મેસેજ વહેતા ન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...