તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાં બાકી વેરા વસુલવા અધિકારીઓને તાકિદ કરાઇ

આણંદમાં બાકી વેરા વસુલવા અધિકારીઓને તાકિદ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મિલકત વેરો ,પિયત વેરા સહિતની બાકી પડતી રકમ તાત્કાલિક વસુલવા માટે અધિકારીઓને કલેકટર દિલીપ રાણાએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો દ્ધારા વિવિધ વિભાગોને લગતા પ્રશ્ન રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેનાથી ધારાસભ્યઓએ સંતોષ વ્યકત કર્યો હતો.

કલેક્ટર દિલીપ રાણાએ બેઠકમાં પડતર અરજીઓ, નાગરિક અધિકાર પત્ર, પેન્શન કેસો, બાકી તુમારો સહિત વિવિધ વિભાગોની કચેરીઓમાં બાકી રહેવા પામેલ અરજીઓની સમીક્ષા કરી કોઇપણ પ્રશ્નો કે અરજીઓ પડતર ન રહે અને તેનો સમયસર નિકાલ થાય તેવી કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહીડા, પેટલાદ, સોજિત્રા અને આણંદના ધારાસભ્યો નિરંજભાઇ પટેલ, કાંતિભાઇ સોઢાપરમાર, પૂનમભાઇ પરમાર જિલ્લા વિકાસ અધિકારીઅમિતપ્રકાશ યાદવ, જિલ્લા પોલિસ અધિક્ષક મકરંદ ચૌહાણ, નિવાસી અધિક કલેકટર પી. સી. ઠાકોર સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...