આણંદમાં બંધને નબળો, જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ

Anand - આણંદમાં બંધને નબળો, જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ
Anand - આણંદમાં બંધને નબળો, જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ
Anand - આણંદમાં બંધને નબળો, જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:06 AM IST
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાના ગઢ આણંદ જિલ્લો ગણાય છે.કોંગ્રેસ આપેલ મોંધાવારી વિરોધના બંધ એલાનમાં પ્રદેશ પ્રમુખના ગઢમાં મિશ્રપ્રતિસાદ મળ્યો છે.આમ પ્રજાએ કોંગ્રેસ બંધ દેખાવ પુરતા બંધ એલાનને જાકારો આપ્યો હતો.આણંદ શહેરમાં વહેલી સવારથી બજારો અનેશાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થઇ ગઇ હતી.દેશ વ્યાપી બંધની કોઇ અસર આણંદ શહેરમાં જાણાઇ ન હતી. જયારે જિલ્લાના પેટલાદ,ઉમરેઠ, સોજીત્રા, બોરસદમાં બંધના એલાનની નહીંવત અસર જોવા મળી હતી.જિલ્લામાં માત્ર આંકલાવ અને તારાપુરે સજજડ બંધ પાડીને કોંગ્રેસ બંધના એલાનને સમર્થન આપ્યું હતું. આણંદ શહેરમાં સવારે આણંદના ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર અને આણંદ શહેરના કોંગ્રેસી કાર્યકરો જૂના

અનુસંધાન પાના નં.3

કોંગી કાર્યકરો સવારથી જ નીકળી પડ્યા, મોટાભાગના વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી

આણંદના ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર સહિત કોંગી કાર્યકરો બંધના સમર્થનમાં નીકળ્યા હતા. એસપી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ પુતળાદહન કર્યું હતું.

પેટલાદમાં કોંગ્રેસી કાર્યકરોએ મોંઘવારીના પૂતળાનું દહન કરતાં અટકાયત કરાઇ

જિલ્લામાં 2-3 નગરો સિવાય શાળા-કોલેજ સહિત તમામ સરકારીઓ કચેરીઓ ખુલ્લી રહી

ખેડા જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ કોંગી કાર્યકરો-પોલીસ વચ્ચે ચકમક

ભાસ્કર ન્યૂઝ | નડિયાદ

કેન્દ્રની કથિત નિષ્ફળતાઓના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને નડિયાદ સહિત ખેડા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. નડિયાદ શહેરમાં નજીવો પ્રતિસાદ સાંપડ્યો હતો તો જિલ્લાના અન્ય મથકોમાં ક્યાંક બંધ તો ક્યાંક બજારો ચાલુ રહી હતી. કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ ગુલાબનું ફૂલ આપી બજારોમાં ફરીને વેપાર-ધંધા બંધ રાખવા અપીલ કરી હતી. ડાકોર, સેવાલિયા, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, ખેડા, માતર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં કોંગ્રેસી કાર્યકરોએ બજારોમાં ફરી

અનુસંધાન પાના નં.3

મોંઘવારીનો વિરોધ

X
Anand - આણંદમાં બંધને નબળો, જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ
Anand - આણંદમાં બંધને નબળો, જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ
Anand - આણંદમાં બંધને નબળો, જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી