વિદ્યાનગરમાંથી વરસડાનો શખ્સ પિસ્તોલ સાથે ઝબ્બે

વિદ્યાનગર સ્થિત સહજાનંદ ચોકડી પાસેથી આર આર સેલે પિસ્ટોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર, મોબાઈલ તેમજ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:06 AM
Anand - વિદ્યાનગરમાંથી વરસડાનો શખ્સ પિસ્તોલ સાથે ઝબ્બે
વિદ્યાનગર સ્થિત સહજાનંદ ચોકડી પાસેથી આર આર સેલે પિસ્ટોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર, મોબાઈલ તેમજ પિસ્ટલ મળી કુલ રૂ. 5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અમદાવાદની આરઆરસેલની ટીમને વિદ્યાનગરની સહજાનંદ ચોકડી પાસે તારાપુરનો વરસડા ખાતે રહેતો જનકસિંહ ગોહિલ નામનો શખ્સ શસ્ત્ર સાથે આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે પોલીસે સહજાનંદ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન વર્ણન આધારેની કાર આવી પહોંચતા જ પોલીસે તેને અટકાવી હતી. પોલીસે તેની તપાસ હાથ ધરતાં તેની પાસેથી એક દેશી બનાવટની 32 બોરની પિસ્ટલ મળી આવી હતી. જેના લાયસન્સ સંદર્ભે પોલીસે પૂછપરછ કરતાં તે તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે પિસ્ટલ, તેની પાસેનો મોબાઈલ તેમજ કાર મળી કુલ રૂા. 5.30 લાખના મુદામાલ કબ્જે કરી આરોપી યુવકની ધરપકડ કરી હતી.

X
Anand - વિદ્યાનગરમાંથી વરસડાનો શખ્સ પિસ્તોલ સાથે ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App