• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand સાત લાખ પશુપાલકોને ફટકો : વૈશ્વિક મંદીને જવાબદાર ઠેરવતા ચેરમેન

સાત લાખ પશુપાલકોને ફટકો : વૈશ્વિક મંદીને જવાબદાર ઠેરવતા ચેરમેન

Anand - સાત લાખ પશુપાલકોને ફટકો : વૈશ્વિક મંદીને જવાબદાર ઠેરવતા ચેરમેન

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:05 AM IST
અમૂલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધમાં કિલોફેટ રૂ.20નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા સવા મહિનામાં બીજીવાર ભાવ ઘટાડો થયો છે. જેના લીધે સાત લાખ પશુપાલકોને લિટરે સવા રૂપિયો ઓછો મળશે. દોઢ માસમાં પશુપાલકોને મળતા ભેંસના દૂધમાં અઢી રૂપિયા અને ગાયના દૂધના સવા બે રૂપિયા ઘટ્યા છે. આમ ભાવ ઘટાડો 11મી સપ્ટેમ્બરે લાગુ પડી જશે.

અમૂલ ડેરી ચેરમેન રામસિંહ પરમારે પત્રકારોને જણાવ્યું હતું કે, વૈશ્વિક મંદીની અસર ડેરી ઉદ્યોગ પર પડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ રહેલા ભાવવધારાની અસર પણ પડી છે.

અમૂલના દૂધના ભાવમાં કિલો ફેટમાં રૂ.20નો ઘટાડો કરાયો

અમૂલ ડેરીના મેનેજીંગ ડિરેકટર જયંતભાઈએ જણાવ્યું હતું કે, વૈશ્વિક મંદીની સીધી અસર ડેરી ઉદ્યોગ પર પડી રહી છે. ગુજરાતના તમામ દૂધના સંઘોએ ભાવ ઘટાડ્યા છે. આથી અમૂલે પણ કિલોફેટના દૂધના ભાવ ઘટાડ્યા છે. આ ભાવ પ્રોવિઝનલ છે. પશુપાલકોને બોનસમાં અંતે એડજસ્ટ કરીએ તો પણ બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં પશુપાલકોને દૂધના ભાવ સારા મળે છે.

X
Anand - સાત લાખ પશુપાલકોને ફટકો : વૈશ્વિક મંદીને જવાબદાર ઠેરવતા ચેરમેન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી