નાપાડ-વાંટામાં ઊઘરાણી કરતા અસ્ત્રાથી હુમલો કર્યો

નાપાડ-વાંટામાં ઊઘરાણી કરતા અસ્ત્રાથી હુમલો કર્યો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:05 AM IST
આણંદ પાસેના નાપાડ સ્થિત જોશનપુરા ખાતે હાથઉછીના આપેલા રૂા. બે લાખની ઊઘરાણી કરતા ચાર શખ્સોએ યુવક પર અસ્ત્રાથી હુમલો કર્યો હતો. જેને પગલે સમગ્ર મામલો આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

નાપાડ-વાંટા સ્થિત જૂની મેડી વિસ્તારમાં રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ નુરમહમદ રાઠોડ રહે છે. તેમના મિત્ર સિકંદરખાન ઈકબાલખાન રાઠોડના મામા દિલીપસિંહ ખુમાનસિંહ રાજ (રહે. આંકલાવ) ને તેમણે હાથઉછીના રૂા. બે લાખ આપ્યા હતા. જોકે, આ વાતને ઘણો સમય થવા છતાં દિલીપસિંહ રાજ પૈસા પરત આપતા નહોતા. અવાર-નવાર ઊઘરાણી કરતા આખરે દિલીપસિંહે બુધવારે સાંજે તેમને આણંદ પાસેના નાપાડ સ્થિત જોશનપુરા ખાતે પૈસા પાછા આપવા માટે બોલાવ્યા હતા. જેને પગલે રાજેન્દ્રુકમાર પૈસા લેવા માટે ગયા હતા. જ્યાં દિલીપસિંહ તેમજ તેમની સાથે અન્ય ચાર શખ્સે તેમની સાથે બોલાચાલી કરી અસ્ત્રા વડે હુમલો કર્યો હતો અને ત્યાંથી કારમાં ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં રાજેન્દ્રકુમારને શરીરના ભાગે નહીંવત ઈજા પહોંચી હતી. આણંદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

X
નાપાડ-વાંટામાં ઊઘરાણી કરતા અસ્ત્રાથી હુમલો કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી