ઇ-પેમેન્ટથી વાહન ખરીદી ધટી ડિલરો-ગ્રાહકોને પડતી હાલાકી

રાજય સરકાર દ્વારા વાહન ખરીદવા માટે ગ્રાહકોની સુવિધા માટે ઇ-પેમેન્ટ સિસ્ટમ 1 લી ઓગસ્ટના રોજથી અમલમાં મુકી છે.જેમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:05 AM
ઇ-પેમેન્ટથી વાહન ખરીદી ધટી ડિલરો-ગ્રાહકોને પડતી હાલાકી
રાજય સરકાર દ્વારા વાહન ખરીદવા માટે ગ્રાહકોની સુવિધા માટે ઇ-પેમેન્ટ સિસ્ટમ 1 લી ઓગસ્ટના રોજથી અમલમાં મુકી છે.જેમાં વાહન ખરીદવા માટે ગ્રાહકે ઇ-પેમેન્ટથી નાંણા ભરવાના હોય છે.જેથી એક ઓટીપી નંબર ગ્રાહકના મોબાઇલ પર આવે છે.ત્યારબાદ વાહનના ડીલવરી માટે કાગળો તૈયાર થાય છે.જેના કારણે પહેલા માત્ર એક કલાકમાં ગ્રાહકોને વાહનો મળતાં હતા.ઇ-પેમેન્ટ અમલમાં મુકયા બાદ ગ્રાહકોને વાહન મેળવવા માટે 3 થી 4 કલાકનો સમય બગાડવો પડે છે.જયાં સુધી ગ્રાહકના મોબાઇલ નંબર પર ઓટીપી નંબર ન આવે ત્યાં સુધી ગ્રાહકો અને ડીલરોને રાહ જોવી પડે છે.કયારે કે એક કલાકબાદ નંબર આવે છે.ત્યાં સુધી ગ્રાહકને રાહજોવીપડે છે.તેમજ ડીલરોના કર્મચારીઓનો સમય બગડે છે. પ્રકાશ મોર્ટસના રાજુભાઇએ જણાવ્યું હતું કે પહેલા દરરોજના 80 થી 100 વાહનોનું વેચાણ થતું હતું. ઇ-પેમેન્ટની લાંબી પ્રોસેસના પગલે હાલ માડ 40 થી 50 વાહનો વેચાય છે.

X
ઇ-પેમેન્ટથી વાહન ખરીદી ધટી ડિલરો-ગ્રાહકોને પડતી હાલાકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App