• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • બકરા વેચાણના વિવાદમાં સરકારે ખુલાસો પૂછ્યો : સંસ્થાનું માફીનામું

બકરા વેચાણના વિવાદમાં સરકારે ખુલાસો પૂછ્યો : સંસ્થાનું માફીનામું

બકરા વેચાણના વિવાદમાં સરકારે ખુલાસો પૂછ્યો : સંસ્થાનું માફીનામું

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:05 AM IST
આણંદ વેટરનરી કોલેજ દ્વારા બકરી ઇદના તહેવાર નિમિતે બકરાનું વેચાણ કરવાના પગલાંના ઘેરા પ્રત્યાઘાત પડતા છેવટે સંસ્થા દ્વારા નિર્ણયને પડતો મૂકાયો હતો. એટલું જ નહીં પરંતુ શૈક્ષણિક સંસ્થા દ્વારા સંવર્ધન માટે ઉછેરાયેલા પશુધનને કતલ માટે વેચવાના નિર્ણયની સરકારે પણ ગંભીર નોંધ લઇ ખુલાસો પૂછ્યો હતો. સમગ્ર વિવાદ પ્રકાશમાં આવતા વેટરનરી કોલેજનાં ડીન એ.એમ.ઠાકરે જીવદયા પ્રેમીઓની માફી માંગી હતી.

આણંદ કૃષિ યુનિ સંચાલિત આણંદ વેટરનરી કોલેજના ડીન એ.એમ.ઠાકરે જણાવ્યું હતું કે, આણંદ વેટરનરી કોલેજ દ્વારા બકરાના વેચાણ અર્થે જાહેરમાં લાગેલ બેનરથી સમાજ અને જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઇ છે. તેનો અમને સખત ખેદ છે અને અમે દિલગીર છીએ. જે બકારાનું વેચાણ થયું છે. તેને પરત મેળવી લેવામાં આવશે. તેમજ ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. યુનિવર્સિટીના નીતિ નિયમો અને સરકારના પરિપત્રનો ચુસ્ત અમલ કરી તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે સરકારમાં પણ જરૂરી ખુલાસો કરવામાં આવ્યો છે. આ અંગે ફરીથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાવવા બદલ ક્ષમા માંગીએ છીએ.

વિવાદ થતાં બેનર ઉતારી લેવાયા હતાં

આણંદ વેટનરી કોલેજ દ્વારા બકરાં વેચાણ કરવાના મુદ્દે વિવાદ ઉભો થયો હતો. અને જીવદયા પ્રેમીઓ દ્વારા વિરોધ કરાયો હતો. આથી આ વેચાણ તાત્કાલિત બંધ કરીને બેનરો ઉતારી લેવામાં આવ્યાં હતાં ત્યાર બાદ વેટરનરી ના કોલેજના ડીન એ.એમ.ઠાકરે અખબારી યાદીમાં માફી માંગી હતી. બાદમાં તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં તેઓ ટેલીફોન ઉપાડતાં ન હતો. આમ બકરાંના વેચાણ સંદર્ભે તેમનો સંપર્ક થયો નથી.

કેટલા બકરાનું વેંચાણ થયું તેની માહિતી નથી !

અેનિમલ વેલ્ફેર ઓફિસર ભાવેશ ભાઇ જણાવ્યું હતું કે, અમે વેચાણ કરેલા બકરાં પરત લાવવાની માંગણી વેટરનરી કોલેજના સત્તાવાળો સમક્ષ કરી છે. પરંતુ અમારી પાસે કોઇ ચોક્કસ માહિતી નથી કે કેટલા બકરાનું વેચાણ થયું છે. આ સંદર્ભે અગાઉ એક ફેક કોલ કરાયો ત્યારે જાણાવા મળ્યું કે, હજી બીજા ત્રણ બકરાં વેચવાના બાકી છે.

X
બકરા વેચાણના વિવાદમાં સરકારે ખુલાસો પૂછ્યો : સંસ્થાનું માફીનામું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી