તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદના શ્રોફની હત્યાનો ભેદ ઉકેલાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદના શ્રોફની હત્યા પ્રકરણમાં પોલીસે 60 વર્ષીય કોન્ટ્રાક્ટરની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ કબુલાત કરી હતી કે, આકરી ઉઘરાણી કરવા ઉપરાંત તેના પુત્રને શ્રોફે કરેલા ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સજા થવાની હોય તેમાં સમાધાન ન કરતાં પગલું ભર્યું હતું.

વાસદમાં રહેતા 63 વર્ષીય સોમાભાઈ ઈશ્વરલાલ ઠક્કરની ત્રણ દિવસ અગાઉ રાત્રે મોગર પાસે હત્યા થઇ હતી. જેને પગલે વાસદના PSI ડી.બી. વાળા, આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એન.ડી. નકુમ સહિત પોલીસ સ્ટાફે નાયબ પોલીસ અધિક્ષક બી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એ દિવસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. જેમાં શ્રોફની કાર પાછળ તેની ઓફિસેથી એક વ્હાઈટ રંગની કાર પીછો કરતી હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે તે કારનો નંબર મેળવી તપાસ કરતાં કાર શહેરના 100 ફૂટ રોડ પર આવેલી કલહસી સોસાયટીમાં રહેતા રણછોડ ભૂરા પ્રજાપતિની હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તેમની અટકાયત કરી સઘન તપાસ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા. તેમણે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2007માં રૂા. 25 હજાર વ્યાજે લીધા બાદ તેની બે લાખની ઊઘરાણી કરી હતી. જોકે,આમ છતાં પણ ચેક પરત ન કરી તે ચેક રીટર્નના કેસમાં કોર્ટમાં ઢસડી જવાની ધમકી આપતો હતો. ઉપરાંત, પુત્ર મહેશ પ્રજાપતિના નામના ચેક આપ્યા હતા. જે ચેક બાઉન્સ થયા હતા. જે આ અંગેનો ચુકાદો આવવાનો હોવાથી સમાધાન માટે મૃતકને જણાવ્યું હતું, પંરતુ તે ટસના મસ ન થતાં અંતે તેની હત્યા કરી હતી.

વ્યાજે લીધેલા રૂપિયાનો ચેક બાઉન્સ થતાં શ્રોફે કેસ કર્યો, સમાધાન ન કરતાં કોન્ટ્ર્ક્ટરે હત્યા કરી
કેફિયત : પગ પકડીને સમાધાન કરવા કહ્યું પણ ના માન્યો અંતે મોગર પાસે આંતરી કાસળ કાઢ્યું
શ્રોફની હત્યાના આરોપીને પોલીસે ગણતરીના દિવસમાં પકડી લીધાે હતાે.

પોલીસ સમક્ષ કબુલાત કરતાં આરોપી રણછોડ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેની ઓફિસની બહાર હત્યાના દિવસે તે અડધો કલાક સુધી ઊભો રહ્યો હતો. દરમિયાન, તે નીકળ્યા બાદ તેની કારનો પીછો કર્યો હતો. બાદમાં મોગર પાસે તેની કારને આંતરીને ઊભી રાખી સમાધાન કરવા માટે જણાવ્યું હતું. એ સમયે મારા છોકરાનું ભવિષ્ય ખરાબ થશે તેમ જણાવી મેં તેના પગ પકડી સમાધાન કરવા માટે જણાવ્યું હતું. પરંતુ તે ના જ માન્યો અને સમાધાનનો પણ ઈન્કાર કર્યો હતો.

બચે નહીં એટલે જ ધારદાર છરીના 15 ઘા માર્યા
આરોપી પોતાની કારમાં હમેશા ધારદાર છરી રાખતો હતો. હત્યાના દિવસે તેણે બેથી ત્રણ ઘા માર્યા હતા. જોકે, તેને એવો ડર હતો કે જો તે બચી જશે તો તેને ઓળખી બતાવશે તેમ માનીને જ ઉપરાછાપરી તેના શરીર અને બોચીના ભાગે 15 ઘા માર્યા હતા. એન.ડી. નકુમ, પી.એસ.આઈ., લોકલ ક્રાઈમ બ્રાન્ચ

અન્ય સમાચારો પણ છે...