તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ-વડોદરા મેમુ ટ્રેન આજથી અઢી માસ સુધી રદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ અને રતલામ તરફના માર્ગને અલગ કરવાના બીજા તબક્કાના કાર્યવાહીના અમલ હેઠળ આણંદથી વડોદરા અને વડોદરાથી આણંદ આવતી મેમુ ટ્રેન આવતીકાલ, રવિવારથી અઢી માસ સુધી રેલવે વિભાગ દ્વારા રદૃ કરવાનો નિર્ણય લેવાયો છે. બંને તરફની ટ્રેન રદૃ થતાં આણંદથી વડોદરા તરફ જતાં અને વડોદરાથી આણંદ તરફ આવતા હજારો મુસાફરોને ભારે હાલાંકીનો સામનો કરવો પડશે.

રેલવે વિભાગના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ અને રતલામ તરફના માર્ગને અલગ કરવાના બીજા તબક્કાના કાર્યવાહની અમલ હેઠળ બાયપાસ લાઈન નંબર 1 અને 2 ના સ્લેવિંગના કાર્યની પ્રક્રિયા ચાલી રહી છે. બાય પાસ લાઈન્સ 1 અને 2 બંને 75 દિવસ માટે સસ્પેન્ડ રહેશે. જે પેસેન્જર ટ્રેનને અસર કરશે. જેને પગલે રેલવે વિભાગ દ્વારા વડોદરા-ગોધરા અને વડોદરા-અમદાવાદ વચ્ચેની ટ્રેનોને ભવિષ્યમાં ઝડપી બનાવવા માટે કાર્ય કરાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...