Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - આણંદમાં કોર્ટમાં જુબાની મુ્દ્દે બે મહિલા પર ચપ્પાથી હુમલો

આણંદમાં કોર્ટમાં જુબાની મુ્દ્દે બે મહિલા પર ચપ્પાથી હુમલો

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:05 AM

એટ્રોસીટી અને મારામારી હેઠળ ગુનો દાખલ ઘટનાસ્થળે ટોળા ઉમટતા યુવક ફરાર થઇ ગયો

  • Anand - આણંદમાં કોર્ટમાં જુબાની મુ્દ્દે બે મહિલા પર ચપ્પાથી હુમલો
    આણંદ શહેરના પરીખભુવન વિસ્તારમાં કોર્ટમાં જુબાની આપવા બાબતે બે મહિલા પર યુવકે ચપ્પાથી હુમલો કરતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે આણંદ શહેર પોલીસે એક મહિલાની ફરિયાદના આધારે યુવક વિરૂદ્ધ એટ્રોસીટી અને મારામારીની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

    આણંદ શહેરના પરીખભુવન વિસ્તાર સ્થિત પોસ્ટલ કોલોનીમાં ડહીબેન રત્નાભાઈ મકવાણા રહે છે. તેમની પુત્રીએ પડોશમાં રહેતા મનીષ અરવિંદ દવે વિરૂદ્ધ એટ્રોસીટીની ફરિયાદ આપી હતી. જે બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જોકે, મનીષ દવેએ આ મામલે કોર્ટમાં જુબાની આપવા ન જવા અંગે તેમને જણાવ્યું હતું. પરંતુ ડહીબેને આ મામલે ઈન્કાર કરતાં બંને વચ્ચે ઉગ્ર ભાષામાં બોલાચાલી થઈ હતી.

    ઉશ્કેરાયેલા મનીષ દવે તેની પાસે રહેલા ચપ્પાથી ડહીબેન પર હુમલો કર્યો હતો. આ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા ડહીબેનના પુત્રી જ્યોતિકાબેનના પેટમાં પર યુવકે ચપ્પુ મારી દીધું હતું.

    આ બનાવને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. અને લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. યુવક બનાવ બાદ ફરાર થઈ ગયો હતો. જ્યારે બંને ઈજાગ્રસ્તને સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ મામલે મહિલાની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે યુવક વિરૂદ્ધ એટ્રોસીટી અને મારામારીની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending