• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand - આણંદ ચિત્ર સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

આણંદ ચિત્ર સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

જો તમારા બાળકો ભણવામાં રસ ન ધરાવતા હોય તો મને સોપી દો: મયંક રાવલ

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:05 AM
Anand - આણંદ ચિત્ર સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ અને મયંક રાવલ ફાઉન્ડેશનના સહયોગથી આણંદ ખાતે તાજેતરમાં જિલ્લાની કક્ષાની 11મી ચિત્ર સ્પર્ધા તથા ચિત્રકારોને એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ વિદ્યાનગર ખાતે ભાઈકાકા હોલ ખાતે યોજાયો હતો. જેમાં 301થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ફાઉન્ડેશનન પ્રમુખ મંયક રાવલે જણાવ્યું હતું કે, જો તમારા બાળકો ભણવામાં રસ ન ધરાવતા હોય તો મને સોપી દો. હું તેમને સફળતાની નવી દિશા અપાવીશ.

મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમને યોગ્ય દિશા આપવાના હેતુથી રામકૃષ્ણ સેવા મંડળ તથા મંયક રાવલ ફાઉન્ડેશન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 30,000થી વધુ ચિત્રો બનાવાયા હતાં. જેમાં વિશ્વા રાવલ, ખ્યાતી શાહ, અશ્વિન પટેલ, નિસર્ગ અખાણી, અશોક ખાંટ, ક્રિષ્ના પંડ્યાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ પ્રસંગે જ્યોત્સનાબેન પટેલ, હેમંત વકીલ, હેમલતા રાવલ, ડોક્ટર મિલિન્દ અંતાણી, ડોક્ટર કમલા પટેલ, નીરતી પટેલ, કમલેશ પરીખ, મોહમદ રફી મન્સૂરી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

X
Anand - આણંદ ચિત્ર સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App