પશુ પાલકો પરના હુમલા અને ગૌ હત્યા અટકાવવાની ઉગ્ર માગણી

આણંદ જિલ્લા માલધારી સમાજ દ્વારા રેલી કાઢીને આવેદન આપ્યું

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:05 AM
પશુ પાલકો પરના હુમલા અને ગૌ હત્યા અટકાવવાની ઉગ્ર માગણી
આણંદ જિલ્લામાં ગૌ ચોરીના બનાવવો, ગૌ હત્યા રોકવાની માંગ સાથે રાજકોટ પંથકમાં ગૌ રક્ષકની હત્યા કરનાર શખ્સોને સખ્ત સજા કરવા તેમજ તેમના પરિવારને સરકાર તરફથી સહયા ચુકવાની માંગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે.આણંદ જિલ્લા માલધારી સમાજ દ્વારા રેલી કાઢીને કલેકટર કચેરી જઇને કલેકટર દિલીપ રાણાને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી

આણંદ જિલ્લા માલધારી સમાજ દ્વારા ગૌ હત્યા,પશુ ચોરીના બનાવવા અટકાવવા તથા ગૌ રક્ષકની સ્વ રાજુભાઇ રબારીની હત્યામાં સંડોવાયેલ શખ્સો સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે શાસ્ત્રીબાગ આણંદ ખાતે રેલી કાઢી હતી. આ રેલી અમૂલ ડેરી રોડ ગણેશ ચોકડી થઇને કલેકટર કચેરી પહોંચી હતી.જિલ્લા કલેકટર દિલીપ રાણાને આવેનદપત્ર આપતાં જણાવ્યું હતું કે, ગાયો તથા પશુચોરીના બનાવો વધી ગયા છે. પશુચોર ટોળકીનો ત્રાસ વધી ગયો છે.ત્યારે આ ટોળકીઓને પકડીને સખત સજા કરવાની માંગ કરી છે. તેમજ સ્વ.રાજુ રબારીના પરિવારને આર્થિક સહાય ચુકવવાની માંગ કરી હતી.આ રેલીમાં હીરવેન રબારી,દિવ્યેશ રબારી,નિર્મલરબારી,વિમલ રબારી,નરેશ ભરવાડ,કમલેશ ડાભી સહિત મોટીસંખ્યામાં લોકો જોડાયા હતા.

X
પશુ પાલકો પરના હુમલા અને ગૌ હત્યા અટકાવવાની ઉગ્ર માગણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App