તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટલાદમાં બાઈક અથડાવા મામલે જૂથ અથડામણ થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદશહેરની કોલેજ ચોકડી પાસે આવેલી રબારીવાસમાં બુધવારે સવારે બાઈક અડી જવાને મુદે રબારીઓના બે જૂથ વચ્ચે માથાકુટ થઈ હતી. મામલો બિચકતા બંને જૂથ મારક હથિયારો સાથે સામસામે આવી ગયા હતા જેમાં ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી.

પેટલાદની કોલેજ ચોકડી પાસે આવેલી મહીસાગર સોસાયટીમાં રહેતા મધુભાઈ રબારી ઘર પાસે પાણી છાંટી રહ્યા હતા. દરમિયાન, સમયે રાજુ અભા રબારી ત્યાંથી પસાર થતો હતો. દરમિયાન બાઈક અડી જતાં તેમની સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી. અને રાજુ અભા તેમજ તેનો ભાઈ રામજી, હમીર સોજિત્રાવાળો ઉપરાંત તેનો પુત્ર હેમરાજ અને મિત્ર ગોવિંદ રાઠોડ મારક હથિયારો સાથે આવી પહોંચીને હુમલો કર્યો હતો. જેમાં મધુભાઈ, પુત્ર જયેશ અને એક સંબંધીને ઈજા પહોંચી હતી. સામા પક્ષે રાજુ અભા રબારીએ બાઈક અડી જવાની તકરારમાં માર માર્યાની મધુ રબારી સહિતના શખ્સ સામે ફરિયાદ કરી હતી.

4 ઇજાગ્રસ્ત: 10 શખ્સ સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...